VIDEO: દીપિકા પાદુકોણ પહોંચી JNU, પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓનું કર્યું સમર્થન

છપાકની અભિનેત્રી દીપિકા પાદુકોણે પણ જેએનયૂ પહોંચીને વિદ્યાર્થીઓનું સમર્થન કર્યું હતું. 
 

VIDEO: દીપિકા પાદુકોણ પહોંચી JNU, પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓનું કર્યું સમર્થન

નવી દિલ્હીઃ જેએનયૂમાં હિંસા બાદ બોલીવુડ કલાકાર પણ નિવેદનબાજી અને પ્રદર્શનમાં પાછળ નથી. મંગળવારે દીપિકા પાદુકોણ પણ જેએનયૂમાં પહોંચી અને કન્હૈયા કુમાર, આઇશી ઘોષની સાથે પ્રદર્શનમાં સામેલ થઈ હતી. મહત્વનું છે કે જેએનયૂમાં થયેલા હુમલા વિરુદ્ધ ઘણા બોલીવુડના કલાકારો પણ રોડ ઉપર ઉતર્યા છે. આ પહેલા અનુરાગ કશ્યપ, રિચા ચડ્ઢા, સારા અલી ફઝલ, રીમા કાગતી, દીયા મિર્ઝા જેવા ઘણા કલાકારો સામેલ થયા હતા. 

જેએનયૂમાં લેફ્ટના છાત્રોના પ્રદર્શનમાં કન્હૈયા કુમાર અને દીપિકા પાદુકોણ સામેલ થઈ હતી. આ પ્રદર્શનમાં કન્હૈયા કુમારે જય ભીમના નારા લગાવ્યા હતા. દીપિકા પાદુકોણ પણ ત્યાં હાજર રહીને વિદ્યાર્થીઓનું સમર્થન કરી રહી હતી. દીપિકા અહીં કાળા કપડામાં પહોંચી હતી. તે 10 મિનિટ સુધી કેમ્પસમાં રહી અને પછી કંઇ બોલ્યા વિના ત્યાંથી ચાલી ગઈ હતી. 

— ANI (@ANI) January 7, 2020

— ANI (@ANI) January 7, 2020

આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર પણ ઘણા બોલીવુડ કલાકારોએ પ્રતિક્રિયા આપી છે. તેમાં આલિયા ભટ્ટ, કૃતિ સેનન, રીતેશ દેશમુખ, વરૂણ ધવન, અર્જુન કપૂર, હંસલ મેહતા જેવા મોટા કલાકારો સામેલ છે. અનુરાગ કશ્યપે આ ઘટના બાદ કહ્યું હતું કે, ત્યાં હવે હિન્દુ આતંકવાદ આવી ગયો છે. ત્યારબાદ તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા હતા. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news