જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની બહાર લગાવવામાં આવેલા 'ભગવા JNU' ઝંડા, વિવાદ વધ્યા બાદ હટાવ્યા, હિન્દુ સેનાએ કર્યો મોટો દાવો

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) કેમ્પસની આસપાસ પણ પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેના પર ભગવા 'JNU' લખેલું છે. આ તમામ પોસ્ટર હિન્દુ સેના દ્વારા લગાવવામાં આવ્યા છે.

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની બહાર લગાવવામાં આવેલા 'ભગવા JNU' ઝંડા, વિવાદ વધ્યા બાદ હટાવ્યા, હિન્દુ સેનાએ કર્યો મોટો દાવો

Hindu Sena Poster on JNU Gate: જવાહર લાલ નેહરૂ વિશ્વવિદ્યાલય એકવાર ફરીથી વિવાદોમાં છે અને રામનવમીના દિવસે નોનવેજ જમવાને લઈને થયેલા વિવાદ બાદ યુનિવર્સિટી ગેટની બહાર હિન્દુ સેનાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેના પર ભગવા જેએનયૂ લખેલું છે. તેના સિવાય જેએનયૂ કેમ્પસની આસપાસ ભગવા ઝંડા લગાવવામા આવ્યા છે. તમને જણાવી દઈએ કે, હાલમાં બે વિદ્યાર્થી સંગઠનોની વચ્ચે રામનવમીના દિવસે નોનવેજને લઈને કેમ્પસમાં હિંસક અથડામણ થઈ હતી.

કેમ્પસની આસપાસ પણ લગાવવામાં આવ્યા પોસ્ટરો
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) કેમ્પસની આસપાસ પણ પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેના પર ભગવા 'JNU' લખેલું છે. આ તમામ પોસ્ટર હિન્દુ સેના દ્વારા લગાવવામાં આવ્યા છે.

સરકારે રામનવમી પર થયેલી હિંસા અંગે રિપોર્ટ માંગ્યો
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) પાસે રામ નવમી પર વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે અથડામણના મામલામાં રિપોર્ટ માંગ્યો છે, જ્યારે યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘે કોઈ હાઈકોર્ટના નિવૃત્ત જજની આગેવાનીવાળા કમિશન દ્વારા સ્વતંત્ર ન્યાયિક તપાસની માંગ કરી છે. 

તમને જણાવી દઈએ કે, રવિવારે JNUની કાવેરી હોસ્ટેલમાં ડાબેરી વિદ્યાર્થી સંગઠન અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથે જોડાયેલા બે જૂથો વચ્ચે 'મેસ'માં રામ નવમી પર કથિત માંસાહારી ભોજન પીરસવામાં આવતા હોવાને લઈને અથડામણ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ અથડામણમાં 20 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે.

જેએનયુ ખોરાકની પસંદગી લાદતું નથી: કુલપતિ
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના કુલપતિ શાંતિશ્રી ધુલિપુડી પંડિતે આ વિવાદ પર કહ્યું હતું કે યુનિવર્સિટી ખોરાકની પસંદગી લાદતી નથી. સાથે, તેમણે એમ પણ કહ્યું કે વિદ્યાર્થીઓ ચર્ચા અને પરિસંવાદ કરી શકે છે, પરંતુ તેમણે હિંસામાં સામેલ ના થવું જોઈએ. તેમના એક નિવેદન યુનિવર્સિટીના એક હોસ્ટેલની મેસમાં માંસાહારી પીરસવાને લઈને બે જૂથો વચ્ચે કથિત અથડામણ થઈ હતી. તેમણે કહ્યું કે યુનિવર્સિટી કોઈપણ વિદ્યાર્થી પર કોઈપણ પ્રકારની ખોરાકની પસંદગી લાદતી નથી. તે તેનો વ્યક્તિગત અધિકાર અને મૂળભૂત અધિકાર છે. અમે હિંસા બિલકુલ સહન નહીં કરીએ. ચર્ચા, વાદવિવાદ, આંદોલન કરો પરંતુ વિદ્યાર્થીઓએ હિંસા ન કરવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news