તાહીરનાં ઘરેથી હિંસક સામાન મળ્યો માટે તેની અને કપિલની સરખામણી ન કરી શકાય: પ્રસાદ

દિલ્હીમાં થયેલી હિંસા વચ્ચે રાજનેતાઓનાં નિવેદનો ચર્ચાનો વિષય બનેલા છે. વિપક્ષ દ્વારા ભારતીય જનતા પાર્ટીનાં નેતાઓ પર ભડકાઉ ભાષણનો આરોપ લગાવાઇ રહ્યો છે. ભાજપ હવે આમ આદમી પાર્ટીનાં તાહિર હુસૈન પર નિશાન સાધી રહી છે. કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે હવે કહ્યું કે, પાર્ટીએ ભડકાઉ નિવેદનોને ખોટા ગણાવ્યા છે, પરંતુ તાહિર હુસૈનનાં ઘરેથી હિંસાત્મક વસ્તુઓ મળી આવી છે. જેથી આ બંન્ને ઘટનાઓની તુલના થઇ શકે નહી. શુક્રવારે પત્રકાર પરિષદ દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રસાદે કહ્યું કે, તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ ચુકી છે. લોકોને ભડકાવવાનો આરોપ છે. હત્યાનો કેસ પણ ચાલી રહ્યો છે. તેમનાં ઘરેથી અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે, એવામાં આ બંન્નેની તુલના કઇ રીતે થઇ શકે. 
તાહીરનાં ઘરેથી હિંસક સામાન મળ્યો માટે તેની અને કપિલની સરખામણી ન કરી શકાય: પ્રસાદ

નવી દિલ્હી : દિલ્હીમાં થયેલી હિંસા વચ્ચે રાજનેતાઓનાં નિવેદનો ચર્ચાનો વિષય બનેલા છે. વિપક્ષ દ્વારા ભારતીય જનતા પાર્ટીનાં નેતાઓ પર ભડકાઉ ભાષણનો આરોપ લગાવાઇ રહ્યો છે. ભાજપ હવે આમ આદમી પાર્ટીનાં તાહિર હુસૈન પર નિશાન સાધી રહી છે. કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે હવે કહ્યું કે, પાર્ટીએ ભડકાઉ નિવેદનોને ખોટા ગણાવ્યા છે, પરંતુ તાહિર હુસૈનનાં ઘરેથી હિંસાત્મક વસ્તુઓ મળી આવી છે. જેથી આ બંન્ને ઘટનાઓની તુલના થઇ શકે નહી. શુક્રવારે પત્રકાર પરિષદ દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રસાદે કહ્યું કે, તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ ચુકી છે. લોકોને ભડકાવવાનો આરોપ છે. હત્યાનો કેસ પણ ચાલી રહ્યો છે. તેમનાં ઘરેથી અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે, એવામાં આ બંન્નેની તુલના કઇ રીતે થઇ શકે. 

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં હિંસા ભડકાવવાનાં આરોપમાં દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીનાં પાર્ષદ તાહિર હુસૈન પર કેસ દાખલ કર્યો છે. AAP પાર્ષદ પર હિંસા ભડકાવવા અને હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. હિંસા દરમિયાન ટોળાનો શિકાર બનેલા ઇન્ટેલિજન્સ બ્યૂરોનાં અધિકારી અંકિત શર્માની હત્યા મુદ્દે તાહિર હુસૈન પર કેસ દાખલ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શર્મા પોતાનાં ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ટોળાએ તેમને ઝડપી લીધા હતા. ત્યાર બાદ તેમનો મૃતદેહ એક નાળીમાંથી મળી આવ્યો છે. 

એક તરફ જ્યારથી હિંસામાં તાહિર હુસૈનનું નામ આવ્યું છે તો ભાજપે આક્રમક વલણ અપનાવી લીધું છે. ભાજપના કેન્દ્રીય, રાજ્યનાં નેતા સતત આપ પર સવાલ ઉઠાવી રહ્યા છે, મનોજ તિવારીએ માંગ કરી છે કે તાહિરની સાથે સાથે તેની ઉંપરનાં લોકો પર પણ કેસ દાખલ થવો જોઇએ. બીજી તરફ વિપક્ષની તરફથી ભાજપનાં કપિલ મિશ્રાને નિશાન પર લીધા છે. કપિલ મિશ્રાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, અમે ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપીએ છીએ. ત્યાર બાદ જો આ પ્રદર્શન કરનારા લોકોને નહી હટાવવામાં આવે તો અમે કોઇનું નહી સાંભળીએ. ત્યાર બાદ જ આ હિંસા ભડકી ઉઠી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news