Dhanteras 2022: ધનતેરસે આ રીતે કરો પૂજા-અર્ચના, ક્યારેય નહીં રહે પૈસાની કમી

Dhanteras 2022: દિવાળીના તહેવારોમાંથી ધનતેરસનું ખૂબ જ મહત્વ છે. માન્યતા છે કે આ દિવસે અમુક જગ્યાએ દિવાઓ પ્રગટાવવાથી માતા લક્ષ્મી ખુશ થાય છે અને તમારા ઘરમાં હંમેશા માટે બિરાજમાન થાય છે.

Dhanteras 2022: ધનતેરસે આ રીતે કરો પૂજા-અર્ચના, ક્યારેય નહીં રહે પૈસાની કમી

Dhanteras 2022: આ વર્ષે 23 ઑક્ટોબરે ધનતેરસની ઉજવણી કરવામાં આવશે. હિન્દૂ ધર્મમાં આ દિવસનું ખાસ મહત્વ છે. કહેવામાં આવે છે કે આ દિવસે દેવી લક્ષ્મી કળશ લઈને પ્રગટ થયા હતા. એટલે જ આ દિવસે તેમની પૂજા-અર્ચના કરવામાં આવે છે. સાથે જ સોના કે ચાંદીની ખરીદી કરવામાં આવે છે. દિવાળી પહેલા આ દિવસે દિવો પ્રગટાવવાનું ખાસ મહત્વ છે. જેનાથી માતા લક્ષ્મી અને ધન્વંતરી દેવ ખુશ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે. એ માટે ઘરના કેટલાક સ્થળે દીવાઓ જરૂરથી પ્રગટાવવા જોઈએ.

ઘરના ઈશાન ખુણામાં-
ધનતેરસના દિવસે ઘરના ઈશાન કોણમાં ગાયનો શુદ્ધ ઘીનો દીપ જરૂરથી પ્રગટાવવો જોઈએ. જેનાથી દેવી-દેવતાઓ ખુશ થાય. ખાસ કરીને માતા લક્ષ્મી આપના પર ખુશ થાય છે.

અખંડ દીપ-
ધનતેરસની રાત્રે અખંડ દીપ પ્રગટાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.પૂજાના સ્થાન પર દીપક પ્રગટાવવાથી વાસ્તુ દોષ ખતમ થાય છે. ધનતેરસની રાત્રે પ્રદોષ કાળમાં પૂજાના સ્થાન પર અખંડ દીપ પ્રગટાવવો જોઈએ.

પીપળાના વૃક્ષ નીચે-
કહેવામાં આવે છે કે પીપળાની નીચે મા લક્ષ્મીનો વાસ હોય છે. શનિદેવ પણ પીપળાની નીચે વસે છે. એટલે જ અહીં ધનતેરસના દિવસે દીપક જરૂરથી પ્રગટાવવો જોઈે. જેનાથી ઘરમાં ધન વૈભવની કમી નહીં રહે.

તુલસી ક્યારે-
આમ તો તુલસી ક્યારે રોજ દીપક પ્રગટાવવો જોઈએ. પરંતુ ધનતેરસના દિવસે તેનું ખાસ મહત્વ છે. તુલસીમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. અને માતા લક્ષ્મીને વિષ્ણુ ભગવાન પ્રિય છે. જેથી અહીં દીપક પ્રગટાવવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે.

ઘરના મંદિરમાં-
ધનતેરસે ઘરના દેવ સ્થાનમાં દીવો પ્રગટાવવો જોઈએ. માન્યતા છે કે તેનાથી માતા લક્ષ્મી સહિતના દેવી-દેવતાઓના આશીર્વાદ મળે છે. સાથે જ ઘરના મુખ્ય દ્વાર પર પણ દીપક પ્રગટાવવો જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ નથી કરતું)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news