Diwali 2022 Night Remedies: દિવાળીની રાતે કરો આ ટોટકા, નસીબ એવુ ચમકશે કે ઘરમાં ધનવર્ષા થશે

Diwali Totke: કાર્તિક અમાસના દિવસે દિવાળીનો તહેવાર ઉજવાય છે. કહેવાય છે કે, કાર્તિક અમાસ એ સૌથી મોટી અમાસ કહેવાય છે, આ દિવસે કરાયેલા ઉપાય ચમત્કારિક હોય છે અને સિદ્ધ થાય છે
 

Diwali 2022 Night Remedies: દિવાળીની રાતે કરો આ ટોટકા, નસીબ એવુ ચમકશે કે ઘરમાં ધનવર્ષા થશે

Diwali Night Upay: દિવાળીનો તહેવાર હિન્દુઓનો સૌથી મોટો તહેવાર કહેવાય છે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશજીની પૂજા કરવાના વિધાન છે. આ દિવસે વિધિપૂર્વક મા લક્ષ્મીની પૂજા કરવાની સાથે કેટલીક ખાસ રીત કરવાથી વ્યક્તિના ઘરમાં ક્યારેય ઘન-ઘાન્યની અછત રહેતી નથી. જ્યોતિષ શાસ્ત્રમાં દિવાળીની રાતે કેટલાક ઉપયાગ વિશે જણાવવામાં આવ્યું છે. તેને યોગ્ય રીતે કરવાથી ઘનની દેવીની કૃપા તમારા પર બની રહેશે. 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આમ તો દર મહિને આવનારી અમાર પર અનેક પ્રકારના ટોટકા કરવામાં આવે છે. પરંતુ કાર્તિક અમાસનું ખાસ મહત્વ છે. આ દિવસે અનેક સમસ્યાઓને દૂર કરવા માટે અનેક પ્રકારના ઉપાય કરવામાં આવે છે. જો તમે પણ કોઈ બીમારી, દુખ અને આર્થિક સમસ્યામાંથી છુટકારો મેળવવા માંગો છો તો દિવાળીના આ દિવસે આ ટોટકા કરી શકો છો. 

દિવાળીની રાતે કરો આ ઉપાય

જો તમે તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ ઈચ્છો છો તો દિવાળીની રાતે મા લક્ષ્મીને શ્રૃંગારનો સામાન અર્પિત કરો. બે દિવસ બાદ તમારી પત્નીને આ શ્રૃંગાર પ્રસાદના રૂપમાં આપો. 

માન્યતા છે કે, કાર્તિક અમાસના દિવસે કરવામા આવેલા કેટલાક ઉપાય વ્યક્તિને દુખ અને બાધામાંથી મુક્તિ અપાવે છે. આ દિવસે સંભવ હોય તો અન્ન દાન કરો. સાથે જ ગરીબ અને જરૂરિયાતમંદોને દક્ષિણા આપો. તેનાથી વ્યક્તિના ઘરમાં ભોજન અને અન્ની અછત નહિ રહે. 

માનસિક અને શારીરિક બીમારીઓથી પીડિત લોકો દિવાળીના દિવસે મહામૃત્યુંજયનો પાઠ કરે

આર્થિક સંકટથી ઝઝૂમી રહેલા લોકોએ આજના દિવસે ભગવાન વિષ્ણુનું નામ લેવુ જોઈએ. નામ લેતા સમયે લોટના 108 નાના દાણાં બનાવો અને માછલીને ખાવાનું આપો. તમને જલ્દી જ તેનુ પરિણામ જોવા મળશે

માન્યતા છે કે, દિવાળીની રાતે કીડીઓને મીઠો લોટ ખવડાવવાથી તમારા પાપોનો નાશ થાય છે. વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે

દિવાળીની સાંજે ઘરમાં ઈશાન ખૂણે બેસી જાઓ. નાડાછડીના દોરાની જ્યોત બનાવો અને ઘીનો દીપક પેટવો. દીવામાં થોડુ કેસર કે હળદર ઉમેરો. તેનાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.

જો તમે બેરોજગાર છો, અને નોકરી મેળવવા માંગો છો કે નોકરીમાં પ્રગતિ ઈચ્છો ઠો તો દિવાળીની સવારે મંદિરમાં એક લીંબુ મૂકી આવો. તેના બાદ રાતે કોઈ બેરોજગાર વ્યક્તિના માથા પરથી આ લીંબુ ઉતારી દો. તેને ચાર ભાગમા કાપી લો. લીંબુના આ ટુકડાઓને ચાર દિશામાં ફેંકો. 

આ દિવસે ગંગાસ્નાનનુ વિશેષ મહત્વ હોય છે. જો ગંગાસ્નાન શક્ય ન હોય તો આ દિવસે ન્હાવાના પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરો. આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news