EDની મોટી કાર્યવાહી, એસોસિએટેડ જર્નલ્સની જમીન જપ્ત, કોંગ્રેસી પૂર્વ CM વિરુદ્ધ ચાર્જશીટ

હરિયાણા સરકારે એજેએલને આ જમીન એકવાર રદ્દ કરીને ફરીવાર ફાળવી દીધી હતી, ત્યારથી આ મુદ્દો વિવાદિત બન્યો હતો

EDની મોટી કાર્યવાહી, એસોસિએટેડ જર્નલ્સની જમીન જપ્ત, કોંગ્રેસી પૂર્વ CM વિરુદ્ધ ચાર્જશીટ

નવી દિલ્હી : પ્રવર્તન નિર્દેશાલય (ઇડી)એ સોમવારે કહ્યું કે, તેએ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ને પંચકુલામાં ફાળવવામાં આવેલ જમીન નાણા સંશોધન અવરોધી કાયદા હેઠળ જપ્ત કરી લીધી છે. હરિયાણા સરકાર દ્વારા એજેએલને આ જમીન એકવાર રદ્દ કરવામાં આવ્યા બાદ ફરીથી 2005માં ફાળવવામાં આવી હતી. જેમાં કથિત રીતે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓનું નિયંત્રણ છે. તપાસ એજન્સીએ કાર્યવાહી કરતા હાલ તે જપ્ત કરી લીધી છે. 

એજન્સીએ આપેલા એક નિવેદન અનુસાર 1 ડિસેમ્બરે મની લોન્ડ્રિંગ નિરોધક કાયદો (PMLA) હેઠળ અસ્થાયી સંપત્તીની જપ્તીનો આદેશ આપવામાં આવ્યો હતો. સીબીઆઇએ તે જ દિવસે ખોટી રીતે જમીન ફાળવણી કરવા બદલ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને અન્યોની વિરુદ્ધ આરોપ પત્ર (ચાર્જશીટ) દાખલ કર્યું હતું. ઇડીએ કહ્યું કે, ખોટી રીતે ફાળવી દેવામાં આવેલ આ જમીન ગુનાથી મેળવાયેલી રકમ/સંપત્તીની વ્યાખ્યામાં આવે છે માટે ઇડીએ પીએમએલએ કાયદા હેઠળ આ જમીન જપ્ત કરી લીધી છે. 

આ અંગે કોંગ્રેસે કહ્યું કે, તેમનાં નેતાઓની વિરુદ્ધ ગોટાળાનાં આરોપો દ્વેષપુર્ણ કાર્યવાહી છે અને તે દુર્ભાવનાપુર્ણ નીયતથી લગાવાયા છે. કોંગ્રેસે કહ્યું કે, આમાં કંઇ જ નવુ નથી, હાલ ચૂંટણી ટાણું છે અને અમને બદનામ કરવા માટે વિવિધ એજન્સીઓનો ઉપયોગ થઇ રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news