MP: કોંગ્રેસ ઇચ્છે તેવી રીતે ચૂંટણી ન થઇ શકે, સુપ્રીમ કોર્ટનો દુરૂપયોગ બંધ કરે

મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં પારદર્શિતાની માંગ કરતી રાજ્ય કોંગ્રેસ કમિટી અધ્યક્ષ કમલનાથની અરજી અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનવણી થઇ હતી. ચૂંટણી પંચે કમલનાથની અરજીનો વિરોધ કરતા કહ્યું કે કોંગ્રેસ વારંવાર સુપ્રીમ કોર્ટમાં આવીને પંચની કાર્યપદ્ધતીમાં ખલેલ ન પહોંચાડે. ચૂંટણી પંચે પોતાનાં હલફનામાની અંદર સ્પષ્ટ જણાવ્યું કે કોંગ્રેસ એક ખાસ અંદાજમાં ચૂંટણી કરાવવા માટે દિશા -નિર્દેશ બહાર પડાવવા ઇચ્છે છે. પરંતુ ચૂંટણી પંચ કાયદા હેઠળ જ ચૂંટણી કરાવે છે. 
MP: કોંગ્રેસ ઇચ્છે તેવી રીતે ચૂંટણી ન થઇ શકે, સુપ્રીમ કોર્ટનો દુરૂપયોગ બંધ કરે

નવી દિલ્હી : મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં પારદર્શિતાની માંગ કરતી રાજ્ય કોંગ્રેસ કમિટી અધ્યક્ષ કમલનાથની અરજી અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનવણી થઇ હતી. ચૂંટણી પંચે કમલનાથની અરજીનો વિરોધ કરતા કહ્યું કે કોંગ્રેસ વારંવાર સુપ્રીમ કોર્ટમાં આવીને પંચની કાર્યપદ્ધતીમાં ખલેલ ન પહોંચાડે. ચૂંટણી પંચે પોતાનાં હલફનામાની અંદર સ્પષ્ટ જણાવ્યું કે કોંગ્રેસ એક ખાસ અંદાજમાં ચૂંટણી કરાવવા માટે દિશા -નિર્દેશ બહાર પડાવવા ઇચ્છે છે. પરંતુ ચૂંટણી પંચ કાયદા હેઠળ જ ચૂંટણી કરાવે છે. 

પંચે કહ્યું કે, કોઇ અરજી દ્વારા ચૂંટણી પંચને તે નિર્દેશ આપવાની માંગ ન કરી શકાય કે કોઇ એક ચોક્કસ પદ્ધતીથી જ ચૂંટણી કરાવવામાં આવે. પંચે કહ્યું કે, અરજીનો કોઇ જ આધાર નથી માટે સુપ્રીમ કોર્ટે કમલનાથની અરજીને રદ કરવી જોઇએ. 

અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશવિધાનસભા ચૂંટણી પ્રક્રિયાને પારદર્શી બનાવવા માટેની માંગણી મુદ્દે કોંગ્રેસ દ્વારા સુપ્રીમમાં અરજી કરવામાં આવી હતી. જેના પગલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો હતો. કમલનાથે અરજી કરીને ચૂંટણીમાં પારદર્શીતા અને સુધારણા કરવા માટેની માંગણી કરી હતી. ઉપરાંત અરજીમાં વીવીપેટની ચબરખીઓનાં ક્રોસચેકિંગની પણ માંગ કરી હતી. 

કોંગ્રેસે નકલી મતદાતાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો.
અગાઉ કોંગ્રેસે મધ્યપ્રદેશમાં નકલી મતદાતાઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. કેટલાક નકલી મતદાતાઓનાં કિસ્સા સામે આવ્યા બાદ સિંધિતાએ તેનો વિરોધ કર્યો હતો. જ્યારે આ કિસ્સો સામે આવ્યા બાદ પ્રદેશ અધ્યક્ષે ચૂંટણી પંચને આની ફરિયાદ કરતા પંચે ચાર સ્થળો પર પોતાની ટીમ મોકલવાનું આશ્વાસન આપ્યું હતું. જો કે કમલનાથે દાવો કર્યો હતો કે રાજ્યમાં 60 લાખ નકલી મતદારો છે. આ નામો જાણીને યાદીમાં સમાવવામાં આવ્યા છે. આ કોઇ તંત્રનો દુરૂપયોગ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news