PF Account નું બેલેન્સ જોવું છે? પૈસા ઉપાડવા છે? જાણી લો આ સમગ્ર પ્રક્રિયા

PF Balance Online: મુશ્કેલીના સમયમાં EPF બેલેન્સ જ કામ આવે છે અને તેના માટે તમારા પીએફ એકાઉન્ટમાં કેટલું બેલેન્સ છે તે ખબર હોવી જોઈએ. પરંતુ જો તમને ખબર નથી તો અમે તમને ચાર ઉપાય સરળતાથી જ જણાવવા જઈ રહ્યા છીએ.

PF Account નું બેલેન્સ જોવું છે? પૈસા ઉપાડવા છે? જાણી લો આ સમગ્ર પ્રક્રિયા

EPFO Balance: પીએફ એટલેકે, કર્મચારી નિધિ. કર્મચારી જે નોકરી કરે છે તેની એક મિનિમમ બચત આ એકાઉન્ટથી થાય છે. જે તેને જરૂરિયાતના સમયે કામ લાગી શકે છે. જેમાં સરકાર સારું એવું વ્યાજ આપતી હોય છે. કોરોનાની મહામારીમાં જ્યારે ઘણાં લોકોની નોકરી જતી રહી હતી, ત્યારે પીએફમાંથી પૈસા ઉપાડી ઉપાડીને લોકોએ પોતાનું ઘર અને ગુજરાન ચલાવેલું છે. આજે સ્થિતિ સારી છે, પણ છતાંય પીએફ એકાઉન્ટમાં કેટલું બેલેન્સ છે, પૈસા ઉપાડવા માટે શું કરવું, આવી બાબતો દરેકે જાણી લેવી જોઈએ. કારણકે, ગમે ત્યારે તેની જરૂર પડી શકે છે.

1. PF Balance Online:
(A) સૌથી પહેલાં તમારે https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login જવું પડશે.

(B) વેબસાઈટ પર ગયા પછી તમારો UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા નાંખો.

(C) લોગ-ઈન કર્યા પછી તમારી સામે એક નવું પેજ ઓપન થશે. અહીંયા તમારે પોતાની મેમ્બર આઈડીને પસંદ કરવાની રહેશે.

(D) જ્યારે તમે મેમ્બર આઈડી પસંદ કરશો એટલે તમારી સામે ડાઉનલોડ અને વ્યૂ પાસબુક બે ઓપ્શન આવશે. તમે તમારી સુવિધા અનુસાર કોઈપણ વિકલ્પ પસંદ કરી શકો છો.

2. PF Balance by Miss call:
(A) મિસ્ડ કોલ દ્વારા પીએફ બેલેન્સની જાણકારી માટે તમારે પીએફ એકાઉન્ટ સાથે જે નંબર લિંક છે તે રજિસ્ટર નંબરથી 011-22901406 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે.

(B) મિસ્ડ કોલ કર્યા પછી તરત તમારે રજિસ્ટર નંબર પર એક મેસેજ આવશે. જેમાં PF બેલેન્સની જાણકારી મળી જશે. માત્ર બે જ સ્ટેપમાં તમારી સામે પીએફ બેલેન્સની જાણકારી આવી જશે.

3. PF Balance on UMANG App:
(a) સૌથી તમારા ફોનમાં ઉમંગ એપનો ઓપન કરો.

(b) તેના પછી તમારે EPFO પર ક્લિક કરવાનું રહેશે.

(C) જ્યારે તમે EPFO પર ક્લિક કરશો, ત્યારે એમ્પ્લોયી-સેન્ટ્રિક સર્વિસની નીચે અનેક ઓપ્શન જોવા મળશે. બેલેન્સ ચેક કરવા માટે તમારે View Passbook પર ક્લિક કરવાનું છે.

(d) જેવું તમે પાસબુક પર ક્લિક કરશો, એટલે તમારો UAN નંબર નાંખવો પડશે. નંબર નાંખ્યા પછી તમારે Get OTP પર ક્લિક કરવાનું છે. જેવો તમે આ વિકલ્પ પર ક્લિક કરશો એટલે તમારા રજિસ્ટર નંબર પર OTP આવશે. તેને એન્ટર OTPવાળી જગ્યામાં સબમિટ કરી દો.

(e) OTP સબમિટ કર્યા પછી તમારી સામે પાસબુક આવી જશે. તમે જેટલી કંપનીઓમાં કામ કર્યુ હશે તે બધી પાસબુક તમને અહીંયા દેખાશે. પાસબુક પર ક્લિક કરો અને બેલેન્સ તમારી સામે આવી જશે.

4. PF Balance by SMS:
(a) જો તમે તમારા EPF બેલેન્સને મિસ્ડ કોલ દ્વારા મેળવવા માગો છો તો તેના માટે તમારે વધારે કંઈ કરવાનું નથી. તમારે માત્ર તમારા રજિસ્ટર મોબાઈલ નંબરથી EPFOHO UAN લખીને 7738299899 પર મેસેજ કરવાનો છે.

(b) ધ્યાન આપવાની વાત એ છે કે તમે તમારી ભાષામાં પણ મેસેજ મેળવી શકો છો. પરંતુ તેના માટે તમારે UAN પછી કોડ લખવાનો રહેશે. હિંદીમાં જાણકારી માટે EPFOHO UAN HIN, ગુજરાતી માટે GUJ, પંજાબી માટે PUN, કન્નડ માટે KAN, મરાઠી માટે MAR, તમિલ માટે TAM, તેલુગુ માટે TEL, બંગાળી માટે BEN અને મલાયાલમ માટે MAL ટાઈપ કરવાનું રહેશે.

(c) ઉદાહરણ તરીકે ગુજરાતીમાં બેલેન્સની જાણકારી માટે તમારે EPFOHO UAN GUJ લખીને મેસેજ 7738299899 નંબર પર મોકલવાનો રહેશે. SMS સેન્ડ થતાં જ તમારા રજિસ્ટર નંબર પર બેલેન્સની સાથે મેસેજ આવી જશે.

પીએફના પૈસા ઉપાડવા ક્યારે, કયા ફોર્મ લાગે છે કામ?
ફોર્મ 10સીઃ તમે આ ફોર્મનો ઉપયોગ તમારી કંપનીની કોન્ટ્રીબ્યુશન NEPS સ્કીમમાંથી પૈસા ઉપાડવા માટે કરી શકો છો.
ફોર્મ 10ડી: તમે માસિક પેન્શન મેળવવા માટે આ ફોર્મનો ઉપયોગ કરી શકો છો.
ફોર્મ 31: આ ફોર્મનો ઉપયોગ લોન લેવા અને તમારા EPF ખાતામાંથી પૈસા ઉપાડવા માટે કરવામાં આવે છે.
ફોર્મ 13: આ ફોર્મ તમને તમારા ફંડને એક નોકરીમાંથી બીજી નોકરીમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે. આ સુનિશ્ચિત કરે છે કે તમારું ફંડ એક જગ્યાએ છે.
ફોર્મ 20: આ ફોર્મનો ઉપયોગ કરીને તમારા પરિવારના સભ્યો અથવા નોમિની કર્મચારીના મૃત્યુના કિસ્સામાં પીએફ ફંડ મેળવી શકે છે અને જો તમારી સેવા 10 વર્ષથી ઓછી હોય તો પણ આ લાગુ પડે છે.
ફોર્મ 51 એફ : ફોર્મ 51એફ નો ઉપયોગ તમારા નોમિની દ્વારા કર્મચારીઓના ડિપોઝિટ લિંક્ડ ઇન્શ્યોરન્સના વીમા લાભોનો દાવો કરવા માટે કરી શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news