રાજ્યસભાના સાંસદ ડૉ. સુભાષ ચંદ્રાનું 'એન્ટરપ્રેન્યોર ઓફ ડિકેડ' પુરસ્કારથી સન્માન

ડૉ. સુભાષ ચંદ્રા પહેલા આ સન્માન મુકેશ અંબાણી, રતન ટાટા, આદિત્ય બિરલા, કોટક મહિન્દ્રા અને વેદાંતા સમૂહના પ્રમુખ અનિલ અગ્રવાલને પ્રાપ્ત થયું છે. 

 રાજ્યસભાના સાંસદ ડૉ. સુભાષ ચંદ્રાનું 'એન્ટરપ્રેન્યોર ઓફ ડિકેડ' પુરસ્કારથી સન્માન

મુંબઈઃ બોમ્બે મેનેજમેન્ટ એસોસિએશનમાં બુધવારે રાજ્યસભાના સાંસદ ડૉ. સુભાષ ચંદ્રાને એન્ટરપ્રેન્યોર ઓફ ડિકેડ' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. ડૉ. સુભાષ ચંદ્રા તરફથી જી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઇઝેઝ લિમિટેડ  (ZEEL)ના એમડી અને સીઈઓ પુનીત ગોયનકાએ સન્માન પ્રાપ્ત કર્યું. ઉલ્લેખનીય છે કે ડો. ચંદ્રા યૂપી ઈનવેસ્ટર્સ સમિટમાં ભાગ લેવા માટે યુપીના લખનઉમાં છે. જેતી તેમની જગ્યાએ પુનીત ગોયનકાએ સન્માન પ્રાપ્ત કર્યું. બીએમએસના 6 દાયકાના ઈતિહાસમાં આ સન્માન માત્ર પાંચ વ્યક્તિઓને મળ્યું છે. ડૉ. સુભાષ ચંદ્રા પહેલા આ સન્માન સન્માન મુકેશ અંબાણી, રતન ટાટા, આદિત્ય બિરલા, કોટક મહિન્દ્રા અને વેદાંતા સમૂહના પ્રમુખ અનિલ અગ્રવાલને પ્રાપ્ત થયું છે. 

આ અવસરે લાર્સન એન્ડ ટ્રુબોના ગ્રુપ ચેરમેન એએમ નાયકને લાઈફ ટાઇમ અચિવમેન્ટ પુરસ્કાર, ટાઇટન કંપનીના એમડી અને સીઈઓ બાસ્કર ભટ્ટને મેનેજમેન્ટ મૈન ઓફ ધ યરને પુરસ્કાર અને પરસિસ્ટેન્ટ સિસ્ટમ લિમિટેડના સાઉન્ડર ચેરમેન અને એમડી ડો. આનંદ દેસપાંડેને એન્ટરપ્રેન્યોર ઓફ ધ યરનો પુરસ્કાર મળ્યો હતો. 

બીએમ દ્વારા 7 શ્રેણીમાં પુરસ્કારો આપવામાં આવ્યા. જેમાં એન્ટરપ્રિન્યોર ઓફ ધ ડિકેટ સિવાય એન્ટરપ્રિન્યોર ઓફ ધ ઇયર, મેનેજમેન્ટ વુમેન અચીવર ઓફ દ યર, મેનેજમેન્ટ મેન ઓફ ધ યર, લાઇફ ટાઇમ અચીવર એવોર્ડ, સ્ટાર્ટઅપ મેન ઓફ ધ ઈયર અને જ્યૂરી સ્પેશલ મેન્શન ઓફ દ યર સામેલ હતા. આ એવોર્ડની પસંદગી નિષ્પક્ષ બાહ્ય અને આંતરિક જ્યૂરી દ્વારા કરવામાં આવ્યું. બાહ્ય જ્યૂરીના સભ્યોમાં વિભિન્ન ક્ષેત્રો સાતે જોડાયેલા વ્યક્તિઓ સામે લ હતા. જેમાં ટીસીએસના પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ એસ રામદોરઈ, હરિભક્તિ ગ્રુપના ચેરમેન શૈલેશ હરિભક્તિ, ડેલોટી હસ્કિંસ એન્ડ સેલ્સ એલએલપીના ચેરમેન પીઆર રમેશ સામેલ રહ્યાં હતા. 

જ્યૂરીએ વિજેતાઓનો નિર્ણય કરતા પહેલા વિભિન્ન કંપનીનો લાભ, બેલેન્સ શીટ, વહીવટ, સમાજ અને પર્યાવરણ પ્રત્યે તેમના યોગદાનનો વિશેષ રૂપથી અભ્યાસ કરવામાં આવ્યો. બેન્ક ઓપ બરોડાના રવિ વેંકટેશન આ કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news