ખેડૂત આંદોલન: કેન્દ્રીય મંત્રી બોલ્યા, ‘સરકાર ખેડૂતોની માંગણીઓ સ્વીકારવા તૈયાર’

ખેડૂતો દિલ્હીમાં ઘૂસવા માટે પોલીસની બેરિકેડિંગ તોડી રહ્યા છે. પોલીસે ખેડૂતોને શાંત કરવા માટે પાણીની મારો ચલાવ્યો હતો. તેમજ ટિયર ગેસ પણ છોડી રહ્યા છે.

ખેડૂત આંદોલન: કેન્દ્રીય મંત્રી બોલ્યા, ‘સરકાર ખેડૂતોની માંગણીઓ સ્વીકારવા તૈયાર’

ગાઝીયાબાદ: ખેડૂતોની માંગણીઓને લઇ ખેડૂત નેતાઓએ મંગળવારે દિલ્હી ગૃહ મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી છે. આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર રિંહ શેખાવતે કહ્યું હતું કે સરકાર ખેડૂતોની મોટા ભાગની માંગણીઓ સ્વિકારવા તૈયાર છે. હવે કેન્દ્રીય મંત્રી શેખાવત અને સુરેશ રાણા ખેડૂતોને મળવા ગાઝીપુર બોર્ડર પર જશે. યુપીના બે મંત્રી સુરેશ રાણા અને લક્ષમી નારાયણ સિંહ પણ તેમના સાથે જશે. શેખાવતનું કહેવું છે કે, ગૃહ મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત સમયે ખેડૂત નેતાઓની સાથે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે.

ગૃહ મંત્રી રાજનાથની મુલાકાત બાદ ખેડૂતોના નેતાઓનું કહેવુ છે કે સરકાર અમારી માંગણીઓને લઇને એક કમીટી બનાવશે. પરંતુ જ્યારે ખેડૂતો ઇચ્છે ત્યારે અમે આંદોલન બંધ કરીશું. તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોની દેવા માફની માંગણી સ્વીકારી લીધી છે. જણાવી દઇએ કે ખેડૂતો દ્વાકા કરવામાં આવેલી માંગની યાદીમાં વગર શરતે દેવુ માફી, શેરડી મિલોની બાકી રકમ ચૂકવવા, પાકની મહત્તમ કિંમત આપવા, ખેતરો માટે મફતમાં વીજળી અને ડીઝલના ભાવમાં ઘટાડો શામેલ છે.

હરિદ્વારથી શરૂ કરાયેલી ખેડૂત ક્રાંતિ પદયાત્રાએ આજે (2 ઓક્ટોબર) દિલ્હી પહોંવાની હતી. મંગળવારે ખેડૂતોને ગાઝીયાબાદના દિલ્હી-યૂપી બોર્ડર પરથી દિલ્હીમાં ઘૂસ્વાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન પોલીસ બેરીકેડિંગ તોડી. ત્યારબાદ પોલીસે ખેડૂતોને શાંત કરવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. આ ઉપરાંત ટીયર ગેસના સેલ છોડ્યા હતા. તે દરમિયાન ખેડૂતો પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. જેમાં કેટલાક ખેડૂતો ઘાયલ થયા હતા.

ખેડૂતોની સાથે બોર્ડર પર બેસેલા ભારતીય ખેડૂત સંઘના નેતા રાકેશ ટિકેતની પાસે ગૃહ મંત્રી રાજનાથ સિંહનો ફોન આવ્યો હતો. તે દરમિયાન તેમણે રાજનાથ સિંહને કહ્યું કે અમે લોકો અહીંયા જ બેસીએ છે. આગળ વધશું નહી, પાણીની વ્યવસ્થા તો કરાવી દો.

ભારતીય ખેડૂત સંઘના અધ્યક્ષ નરેશ ટિકેતે સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે સરકારને સવાલ કર્યો કે અમને કેમ અટકાવવામાં આવે છે. નરેશ ટિકેતે કહ્યું કે ‘અમે બધા ખેડૂતો અમારી રેલીને શાંતિપૂર્વક અને શિસ્તબદ્ધ રીતે કરી રહ્યાં છે. જો અમારી પસંદ કરેલી સરકારને અમારી સમસ્યાઓ નહીં કહીંએ તો કોને જણાવીશું. શું તે માટે અમે પાકિસ્તાન અને બાંગ્લાદેશ જઇએ?’

હરિદ્વારમાં ટિકેત ઘાટથી 23 સપ્ટેમ્બરે શરૂ કરાયેલી ખેડૂત ક્રાંતિ યાત્રામાં ઉત્તર પ્રદેશના વિવિધ ભાગોમાંથી ખેડૂતો શામેલ થયા હતા. આ લોકો, પગપાડા, બસોમાં અથાવ ટ્રેક્ટર ટ્રોલિઓમાં સવાર હતા. આ લોકોના હાથમાં ભારતીય ખેડૂત સંઘનું બેનર છે. આ યૂનિયને પોતાની માંગણીઓ પર દબાણ બનાવી રાખવા માચે રેલીનું આયોજન કરહ્યું હતું. જણાવી દઇએ કે સોમવારે ખેડૂતોને સાહિબાબાદમાં રોક્યા હતા. યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે તેમની વાતચીત નિષ્ફળ રહી હતી.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પ્રતિનિધિમંડળની વચ્ચે લગભગ બે કલાક ચાલેલી વાર્તા નિષ્ફળ રહી અને પ્રતિનિધિમંડળના લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવાની માંગ પર અડગ રહ્યાં જેના પર મુખ્યમંત્રીએ કેન્દ્ર મંત્રીઓ સાથે વાતચીત કરી હતી. ખેડૂત ક્રાંતિ પદયાત્રા દરમિયાન દિલ્હી-યુપી બોર્ડર એટલે કે ગાઝીયાબાદના યૂપી ગેટ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.

उत्तर प्रदेशः किसानों और मुख्यमंत्री के बीच बातचीत विफल, दिल्ली रवाना हुआ प्रतिनिधिमंडल

ત્યારે આ મામલા પર જિલ્લાધિકારી ઋતુ માહેશ્વરીનું કહેવું છે, કે ભારતીય ખેડૂત સંધના એક પ્રતિનિધિમંડળ દિલ્હી જવા નીકળ્યું છે જ્યાં તેઓ કેન્દ્રીય મંત્રીઓની સાથે વાતચીત કરશે. તેમણે જણાવ્યું કે હાલમાં જીટી રોડ સ્થિત ચાર ફાર્મ હાઉસમાં ખેડૂતો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

પૂર્વ અને ઉત્તરપૂર્વ દિલ્હીમાં કર્ફ્યુ
હરિદ્વારથી રાષ્ટ્રીય રાજધાની માટે કૂટ કરી રહેલા ભારતીય ખેડૂત સંઘના હજારો કાર્યકર્તાઓ મંગળવારે અહીંયા પહોંચવાની આશા છે. એવામાં કાયદા-વ્યવસ્થાની સમસ્યા ઉભી થવાની આશંકાને જોઇને પોલીસે સોમવારે પૂર્વ અને ઉત્તરપૂર્વ દિલ્હીમાં એક અઠવાડીયા માટે કર્ફ્યુ લાગુ કરી દીધું છે. પૂર્વ દિલ્હીમાં પોલીસ અધિકારી (પૂર્વ) પંકજ સિંહએ દંડ પ્રક્રિયા કોડની ધારા 144 અંતર્ગત આદેશ જાહેર કર્યો છે કે જે 8 ઓક્ટોબર સૂધી અસરકારક રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news