મોદી સરકારમાં મંત્રી રહી ચૂકેલા BJP સાંસદના 21 વર્ષીય પુત્રનું મોત
પૂર્વ કેંદ્રીય મંત્રી અને ભાજપના સાંસદ બંડારૂ દત્તાત્રેયના 21 વર્ષીય પુત્ર બંડારૂ વૈષ્ણવનું મોત નિપજ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઇના અનુસાર વૈષ્ણવનું મોત હાર્ટ એટેકના લીધે થયું છે.
Trending Photos
હૈદ્વાબાદ: પૂર્વ કેંદ્રીય મંત્રી અને ભાજપના સાંસદ બંડારૂ દત્તાત્રેયના 21 વર્ષીય પુત્ર બંડારૂ વૈષ્ણવનું મોત નિપજ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઇના અનુસાર વૈષ્ણવનું મોત હાર્ટ એટેકના લીધે થયું છે. ડોક્ટરીનો અભ્યાસ કરનાર વૈષ્ણવને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ સિકંદરાબાદના ગુરૂ નાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વૈષ્ણવ MBBS ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.
જોકે મોતનું સાચું કારણ જાણી શકાયું નથી. હોસ્પિટલ દ્વારા મેડિકલ રિપોર્ટ જાહેર કર્યા બાદ આ સ્થિતિ સ્પષ્ટ થઇ જશે.
Former union minister, BJP MP Bandaru Dattatreya’s 21-year-old son Bandaru Vaishnav dies of heart attack. pic.twitter.com/U7a5vuZw0t
— ANI (@ANI) May 23, 2018
અત્રે ઉલ્લેખનીય છે કે આંધ્ર પ્રદેશ/તેલંગાણામાં ભાજપને સ્થાપિત કરવામાં બંડારૂ દત્તાત્રેયનો મહત્વનો રોલ ગણવામાં આવે છે. બંડારૂ ભાજપમાં અટલ-અડવાણી યુગથી જ છે. 71 વર્ષીય બંડારૂ દત્તાત્રેય હાલ તેલંગણાના સિકંદરાબાદથી સાંસદ છે.
કેંદ્ર હાલની મોદી સરકારમાં બંડારૂ દત્તાત્રેય 1 સપ્ટેમ્બર 2017 સુધી શ્રમ અને રોજગાર મંત્રી પણ હતા. આ ઉપરાંત અટલ બિહારી વાજપાઇના શાસનમાં પણ બંડારૂ દત્તાત્રેય કેંદ્રીય મંત્રી રહી ચૂક્યા છે. ગત કેટલાક સમયમાં દત્તાત્રેય કેરલમાં ભાજપને સ્થાપિત કરવા માટે પણ પ્રયત્ન કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે