UP ના પૂર્વ CM Kalyan Singh ના નિધનની અફવા ઉડી, SGPGI એ મેડિકલ બુલેટિન બહાર પાડી જણાવી શું છે સ્થિતિ

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહના નિધનની અફવા સોશિયલ મીડિયા પર ઉડ્યા બાદ લખનૌ સ્થિત સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ (SGPGI) એ મેડિકલ બુલેટિન બહાર પાડ્યું.

UP ના પૂર્વ CM Kalyan Singh ના નિધનની અફવા ઉડી, SGPGI એ મેડિકલ બુલેટિન બહાર પાડી જણાવી શું છે સ્થિતિ

લખનૌ: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહના નિધનની અફવા સોશિયલ મીડિયા પર ઉડ્યા બાદ લખનૌ સ્થિત સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ (SGPGI) એ મેડિકલ બુલેટિન બહાર પાડ્યું. હોસ્પિટલે જણાવ્યું કે પૂર્વ સીએમ કલ્યાણ સિંહની હાલત પહેલા કરતા સારી છે અને તેમનું બ્લડ પ્રેશર અને હાર્ટ બીટ પણ સામાન્ય છે. 

સીનિયર ફેકલ્ટીની દેખરેખમાં થઈ રહી છે સારવાર
હોસ્પિટલ તરફથી બહાર પડેલા એક નિવેદન મુજબ ક્રિટિકલ કેર મેડિસિનના આઈસીયુમાં દાખલ કલ્યાણ સિહની હાલાત હાલ સારી છે. તેઓ હેમોડાયનામિક રીતે સ્થિર છે અને તેમની સ્થિતિમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. નિવેદનમાં આગળ કહેવાયું છે કે તેમની સારવાર સીસીએમ, કાર્ડિયોલોજી, ન્યૂરોલોજી, એન્ડોક્રિનોલોજી અને નેફ્રોલોજીના સીનિયર ફેકલ્ટીની દેખરેખમાં થઈ રહી છે. 

कृपया अफवाहों पर ध्यान न दें।#जय_श्रीराम pic.twitter.com/bblQNpSn6w

— Kalyan Singh (@KalyanSinghUP) July 9, 2021

પીએમ મોદીએ જાણ્યા હાલ
આ બધા વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ કલ્યાણ સિંહના પૌત્ર સાથે વાત કરી અને તેમના હાલચાલ જાણ્યા. પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે સમગ્ર દેશના અગણિત લોકો કલ્યાણ સિંહજીના સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે. કાલે જેપી નડ્ડા, સીએમ યોગી આદિત્યનાથ અને અન્ય લોકોએ હોસ્પિટલમાં તેમની સાથે મુલાકાત કરી. મે હાલ તેમના પૌત્ર સાથે વાત કરી છે અને તેમના હાલચાલની જાણકારી લીધી છે. 

— Narendra Modi (@narendramodi) July 9, 2021

3 જુલાઈએ હોસ્પિટલમાં દાખલ થયા હતા 
અત્રે જણાવવાનું કે કલ્યાણ સિંહને હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ 3 જુલાઈના રોજ લખનૌની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જો કે ગંભીર હાલાત જોતા ડોક્ટરોએ તેમને સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ (SGPGI) ના ક્રિટિકલ કેર મેડિસિનના આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા. 

કલ્યાણ સિંહની રાજકીય સફર
કલ્યાણ સિંહ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા છે. કલ્યાણ સિંહ પહેલીવાર જૂન 1991માં યુપીના મુખ્યમંત્રી બન્યા હતા પરંતુ બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ તેમણે નૈતિક જવાબદારી લેતા 6 ડિસેમ્બર 1992ના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ સપ્ટેમ્બર 1997થી નવેમ્બર 1999 સુધી ફરીથી તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા. કલ્યાણ સિંહે બાબરી વિધ્વંસ મામલે સીબીઆઈ તપાસનો પણ સામનો કરવો પડ્યો હતો. જો કે બાદમાં સીબીઆઈની વિશેષ કોર્ટે તેમને આરોપમુક્ત કર્યા હતા. 

5 જાન્યુઆરી 1932ના રોજ અલીગઢના અતરૌલીમાં જન્મેલા કલ્યાણ સિંહને 4 સપ્ટેમ્બર 2014ના રોજ રાજસ્થાનના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. અને 8 સપ્ટેમ્બર 2019 સુધી તેઓ આ પદ પર રહ્યા. તેમને જાન્યુઆરી 2015ના રોજ હિમાચલ પ્રદેશના રાજ્યપાલનો પણ વધારોનો કાર્યભાર સોંપાયો હતો. તેમણે 12 ઓગસ્ટ 2015 સુધી હિમાચલ પ્રદેશના રાજ્યપાલનો પદભાર સંભાળ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news