કર્ણાટકઃ જી પરમેશ્વર બનશે ડેપ્યુટી CM, ફ્લોર ટેસ્ટ બાદ થશે કેબિનેટનો વિસ્તાર

કર્ણાટકમાં બુધવારે જેડીએસના નેતા કુમારસ્વામી રાજ્યના મુખ્યપ્રધાન પદે શપથ ગ્રહણ કરશે. 

કર્ણાટકઃ જી પરમેશ્વર બનશે ડેપ્યુટી CM, ફ્લોર ટેસ્ટ બાદ થશે કેબિનેટનો વિસ્તાર

બેંગલુરૂઃ કર્ણાટકની રાજનીતિમાં બુધવારે જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકાર અસ્તિત્વમાં આવ્યાની સાથે એક નવો અધ્યાય શરૂ થશે. મુખ્યપ્રધાન અને ઉપ મુખ્યપ્રધાન એક સાથે બુધવારે શપથ લેશે. જેડીએસના એચડી કુમારસ્વામી સીએમ અને કોંગ્રેસના જી પરમેશ્વર ડેપ્યુટી સીએમ પદ્દના શપથ લેશે. ત્યારબાદ ફ્લોર ટેસ્ટ થશે અને કેબિનેટનો વિસ્તાર કરવામાં આવશે. 

જેડીએસ અને કોંગ્રેસમાં નાયબ મુખ્યપ્રધાનને લઈને સહમતિ બની ગઈ છે. કર્ણાટક કેબિનેટમાં એક જ નાયબ મુખ્યપ્રધાન હશે, જે કર્ણાટક કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે. આ સાથે વિધાનસભા સ્પીકર પણ કોંગ્રેસ પાર્ટીમાંથી હશે. ગુરૂવારે સ્પીકરની પસંદગી કર્યા બાદ કુમારસ્વામી વિધાનસભામાં બહુમત સાબિત કરશે. 

— ANI (@ANI) May 22, 2018

બીજીતરફ શપથ ગ્રહણ સમારોહ જોવા માટે લગાવવાની વીઆઈપી સીટો પર પણ વધુ ભાગ માટે બંન્ને પાર્ટીઓમાં ખેચતાણ ચાલી રહી છે. સૂત્રો પ્રમાણે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં ધારાસભ્યોએ ભાર આપ્યો કે, મંત્રીમંડળમાં તેની પાર્ટીને યોગ્ય ભાગીદારી મળવી જોઈએ. વિધાનસભાની બહાર માત્ર જેડીએસના પોસ્ટર લાગેલા છે. 

— ANI (@ANI) May 22, 2018

આ ધારાસભ્યોનું કહેવું છે કે, બુધવારે શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસના એક ડેપ્યુટી સીએમ કે પાર્ટીના મંત્રીઓને પણ શપથ અપાવવા જોઈએ. આ દારાસભ્યોનું કહેવું છે કે ચૂંટણીમાં જેડીએસની સાથે ખરાખરીને લડાઈ બાદ વિજય મળ્યો અને જો કોંગ્રેસના કોઈપણ મંત્રીને બુધવારે શપથ ન અપાવવામાં આવે તો, તેના માટે અસહમજ સ્થિતિ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news