યૂપી: કાનપુર જઇ રહેલી માલગાડી પાટા પરથી ઉતરી, 500 મીટર સુધીનાં રેલ્વે ટ્રેક ઉખડ્યા

દુર્ઘટનાને કારણે 500 મીટરથી વધારેના રેલવે ટ્રેક ઉખડી ગયા છે, જેના કારણે આ રૂટ પર તમામ યાત્રી ટ્રેનોને અટકાવી દેવામાં આવી છે

યૂપી: કાનપુર જઇ રહેલી માલગાડી પાટા પરથી ઉતરી, 500 મીટર સુધીનાં રેલ્વે ટ્રેક ઉખડ્યા

લખનઉ : ઉત્તરપ્રદેશના ફર્રુખાબાદ જિલ્લામાં શનિવારે એક માલગાડીનાં બે ડબાઓ પાટા પરથી ઉતરી ગયા. રેલ્વે અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. આ ઘટના કમલગંજ સ્ટેશનથી લગભગ એક કિલોમીટર દુર રાજેપુર ગામની નજીક શનિવારે સવારે આશરે 06.15 વાગ્યે થઇ. જેના કારણે ફર્રુખાબાદ કાનપુર માર્ગ પર રેલ્વે વ્યવહાર અટકી પડ્યો હતો. 

અધિકારીનાં અનુસાર રેલ ગાર્ડ ગંભીર રીતે ઘાયલ થઇ ગયો, જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. દુર્ઘટનાનાં કારણે 500 મીટરથી વધારે રેલ્વે ટ્રેક ઉખડી ચુક્યા છે, જેના કારણે આ રૂટ પરની તમામ યાત્રી ટ્રેનોને અટકાવી દેવામાં આવ્યા છે. માહિતી મળતાની સાથે જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ચુક્યા છે. એક અધિકારીએ કહ્યું કે, રેલવેનાં પાટા પરથી ઉતરી જવાનાં કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને શનિવારે બપોર સુધી ટ્રેક પુર્વવત્ત થવાની શક્યતા છે. 

ડબામાં મીઠુ ભરેલું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર માલગાડીનાં ડબ્બામાં મીઠુ ભરેલું છે. દુર્ઘટના પાછળનાં બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે જ્યારે આગળનાં ડબ્બા સહી સલામત છે. 

માલગાડીનાં ડબ્બામાં આગ
ગત્ત મહિને મહારાષ્ટ્રનાં પાલઘર જિલ્લાનાં દહાનુમાં એક માલગાડીનાં બે ડબ્બાઓમાં આગ લાગી ગઇ હતી. તેને દહાનું રોડ અને વનગાંવ રેલવે સ્ટેશનો વચ્ચે ગર્મીના કારણે ટ્રેકની ઉતર લાગેલ વિજળીનાં તાર પીગળી ગયા હતા. આ ઘટનાને કારણે લાંબા અંતરથી ઓછામાં ઓછી 10 ટ્રેનોની સેવા પર અસર થઇ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news