VIDEO ગ્રેટર નોઈડામાં 2 ઈમારતો ધરાશયી થતા 3ના મોત, અનેક લોકો દટાયા હોવાની આશંકા
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાના શાહબેરી ગામમાં મંગળવારે મોડી સાંજે એક જૂની તથા એક નિર્માણધીન ઈમારત ધરાશયી થઈ ગઈ.
Trending Photos
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાના શાહબેરી ગામમાં મંગળવારે મોડી સાંજે એક જૂની તથા એક નિર્માણધીન ઈમારત ધરાશયી થઈ ગઈ. ઈમારતોના કાટમાળ નીચે અનેક લોકો દટાયા છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે તરત જ રાહત અને બચાવ કાર્ય ચાલુ કરી દીધુ છે. કાટમાળ નીચે આશરે 50 લોકો દટાયા હોવાની આશંકા છે. ધરાશયી થયેલી ઈમારત છ માળની હતી અને તેનું નિર્માણકાર્ય ઝડપથી ચાલી રહ્યું હતું. 3 મૃતદેહો કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યાં છે.
ગ્રેટર નોઈડા પોલીસ અને પ્રશાસનના મોટાભાગના બધા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.ઘટનાસ્થળે ડોક્ટરોની ટીમ અને એમ્બ્યુલન્સ પણ તહેનાત કરી દેવાઈ છે. બિલ્ડિગ તૂટી પડ્યાની માહિતી ફેલાતા જ ઘટનાસ્થળે અનેક લોકો ભેગા થઈ ગયાં. ઘટનાસ્તળ બિસરખ પોલીસ સ્ટેશન હેઠળ આવે છે. બચાવકાર્ય ચાલુ છે. પોલીસે જણાવ્યું કે અંધારુ હોવાના કારણે બચાવકાર્યમાં મુશ્કેલીઓ આવી રહી છે. કાટમાળમાં અનેક લોકો ફસાયા છે. આ ફસાયેલા લોકો મજૂરો હોવાનું કહેવાય છે. ઘાયલોને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
#WATCH: Dog squad has been deployed at the building collapse spot in Greater Noida's Shah Beri village. 4 NDRF teams are present. (earlier visuals) pic.twitter.com/yAxiXATHNB
— ANI UP (@ANINewsUP) July 18, 2018
પોલીસે જણાવ્યું કે બે બિલ્ડિંગો પડી છે. જેમાંથી એક જૂની જર્જરિત ઈમારત હતી. તેની સાથે એક બહુમાળી ઈમારતનું નિર્માણ થઈ રહ્યું હતું. આ જૂની ઈમારતમાં અનેક પરિવારો રહેતા પણ હતાં. જ્યારે નિર્માણધીન ઈમારતમાં અનેક મજૂરો હતાં. કાટમાળમાંથી લોકોને બહાર કાઢવા માટે એનડીઆરએફની 2 ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. ટીમે બચાવ અને રાહત કાર્ય શરૂ કરી દીધુ છે. ગૌતમબુદ્ધ નગરના એડીએમ કુમાર વિનિતે જણાવ્યું કે ઘટના અંગે હજુ કઈ પણ કહેવું એ ઉતાવળ હશે. એનડીઆરએફની ટીમો પોતાનું કામ કરી રહી છે. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યાં છે.
#UPDATE: Building collapse in Greater Noida's Shah Beri village: 3 dead bodies have been recovered till now. Search & rescue operations are underway.
— ANI UP (@ANINewsUP) July 18, 2018
પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા વરિષ્ઠ અધિકારીઓ સાથે ફોન પર વાત કરી અને ઘટનાની સમીક્ષા કરી. મુખ્યમંત્રીએ અધિકારીઓને ઘટનાસ્થળ પર હાજર રહીને સંભવ દરેક મદદ ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે