Health : અમેરિકાની જેમ ભારતમાં પણ જંકફૂડ વધારી રહ્યું ડાયાબિટીસના દર્દીઃ ડો. સુભાષ ચંદ્રા

જયપુરમાં નેત્ર ચિકિત્સકોના સંમેલનમાં સમગ્ર દેશમાંથી લગભગ 650 નેત્ર ચિકિત્સક અને વિદેશમાંથી લગભગ 30 સભ્યોએ લીધો હતો ભાગ 

Health : અમેરિકાની જેમ ભારતમાં પણ જંકફૂડ વધારી રહ્યું ડાયાબિટીસના દર્દીઃ ડો. સુભાષ ચંદ્રા

જયપુરઃ દેશમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જેના કારણે મોટાભાગના લોકો આંખો સાથે જોડાયેલી બિમારીનો પણ ભોગ બની રહ્યા છે. આ વિષય પર ચર્ચા અને જાગૃતિ લાવવા માટે જયપુરમાં નેત્ર ચિકિત્સકોની એક કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. તેનું ઉદ્ઘાટન રાજ્યસભાના સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ કર્યું હતું. નેત્ર ચિકિત્સકોના આ સંમેલનમાં લગભગ 650 નેત્ર ચિતિક્સક અને વિદેશોમાંથી પણ લગભગ 30 સભ્યોએ ભાગ લીધો હતો. 

સામાન્ય બોલચાલની ભાષામાં આંખોના આ વિશેષજ્ઞોને પડદા રોગનાં નિષ્ણાત કહેવામાં આવે છે. આ તબીબો આંખના મહત્વપૂર્ણ ભાગ, દૃષ્ટિ સાથે સંબંધિત બિમારીઓનો ઈલાજ કરે છે. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ જણાવ્યું હતું કે, "તેમને જ્યારે પણ કોઈ શારીરિક મુશ્કેલી આવે છે ત્યારે તેઓ દવા ખાઈ લે છે, પરંતુ તેમને ક્યારેય દવાનું નામ યાદ રહેતું નથી. દર્દી અને ડોક્ટર વચ્ચે આ જ એક વિશ્વાસનો સંબંધ હોય છે."

ડો. ચંદ્રાએ વધુમાં જણાવ્યું કે, "દેશમાં નેત્ર ચિકિત્સકોનો અભાવ છે એ ચિંતાની બાબત છે. અમેરિકાની જેમ ભારતમાં પણ લોકો જંકફૂડ આરોગી રહ્યા છે અને ડાયાબિટિસનો ભોગ બની રહ્યા છે. તેમણે જણાવ્યું કે, આપણે બિમારીઓ અંગે ચર્ચા તો જરૂર કરીએ છીએ, પરંતુ શ્રેષ્ઠ જીવનશૈલી અંગે ક્યારેય ચર્ચા કરતા નથી."

ડો. સુભાષ ચંદ્રાએ જ્યારે તબીબોને હેલ્થ ચેનલ અંગે પુછ્યું તો તેમણે જણાવ્યું કે, ભારતમાં તો નથી, પરંતુ અમેરિકામાં ઝી લિવિંગ નામથી આ પ્રકારનો પ્રયોગ ચાલી રહ્યો છે. યોગ દિવસ પર ત્યાં 'યો 1' નામથી એક વેલનેસ સેન્ટરની શરૂઆત થઈ છે, જેમાં યોગ, આયુર્વેદ અંગે ઘણા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. તેના દ્વારા લોકોને શ્રેષ્ઠ જીવનશૈલી ઉપલબ્ધ કરાવાનો પ્રયાસ છે. 

આજે ડાયાબિટિસ સમગ્ર વિશ્વમાં લગભગ 289 મિલિયન લોકોને પોતાની ઝપટમાં લઈ ચૂક્યો છે. એક અનુમાન છે કે, 2030 સુધી વિશ્વમાં ડાયાબિટીસનાં દર્દીઓની સંખ્યા 439 મિલિયન થઈ જશે. ભારતમાં પણ 2030 સુધી ડાયાબિટિસના દર્દીઓની સંખ્યા 80 મિલિયનથી વધુ થવાની આશંકા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news