આવતી કાલે આવી રહ્યું છે ભયંકર વાવાઝોડું 'માઈચૌંગ'! જાણો ક્યાં મચાવશે તબાહી? ક્યાં પડશે ભૂક્કા કાઢે તેવો વરસાદ

IMD Forecast: ભારતીય હવામાન ખાતાએ ચક્રવાતી તોફાન માઈચૌંગ અંગે એલર્ટ જાહેર કર્યું છે. IMD ની લેટેસ્ટ આગાહી મુજબ ચક્રવાતી તોફાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે

આવતી કાલે આવી રહ્યું છે ભયંકર વાવાઝોડું 'માઈચૌંગ'! જાણો ક્યાં મચાવશે તબાહી? ક્યાં પડશે ભૂક્કા કાઢે તેવો વરસાદ

IMD Forecast: ભારતીય હવામાન ખાતાએ ચક્રવાતી તોફાન માઈચૌંગ અંગે એલર્ટ જાહેર કર્યું છે. IMD ની લેટેસ્ટ આગાહી મુજબ ચક્રવાતી તોફાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. IMD ના જણાવ્યાં અનુસાર 3 ડિસેમ્બરની આજુબાજુ બંગાળની દક્ષિણ-પશ્ચિમ ખાડી ઉપર એક ચક્રવાતી તોફાન આવવાની શક્યતા છે. પરંતુ તેનો પ્રભાવ ઓડિશા સુધી પહોંચી શકે છે. 

ચક્રવાતી તોફાન અંગે વાત કરતા IMD ના વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે કહ્યું કે સંભવિત ચક્રવાતના માર્ગ અને અન્ય માપદંડોના અનુમાન ડિપ્રેશન બન્યા બાદ જ લગાવી શકાય. આથી અમે ઓડિશાના તટ કે અન્ય કોઈ સ્થાન પર પ્રભાવ વિશે કશું જણાવ્યું નથી. તેમણે આગળ એમ પણ ક હ્યું કે આગામી ચાર દિસસુધી ઓડિશાના તટ માટે કોઈ ચેતવણી નથી. તેમણે કહ્યું કે ઓડિશા કાંઠે માછીમારો માટે પણ કોઈ ચેતવણી નથી. 

તમિલનાડુમાં 4 ડિસેમ્બરે આવી શકે  ચક્રવાતી તોફાન
IMD ના પૂર્વાનુમાન મુજબ તમિલનાડુ જે છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ સામે ઝઝૂમી રહ્યું છે તે એક ચક્રવાતી તોફાન માટે તૈયાર થઈ રહ્યું છે. ચક્રવાત માઈચૌંગ 4 ડિસેમ્બરના સાંજે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના કાંઠે ટકરાય તેવી શક્યતા છે. IMD એ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું કે તમિનાડુના ઉત્તર કાંઠે, પુડુચેરી અને કરાઈકલના રહીશો 3 ડિસેમ્બરના રોજ વધુ વરસાદ (204 મિમી ઉપર) અને 4 ડિસેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના માટે તૈયાર રહે. સુરક્ષિત હે અને તમામ સાવધાની વર્તે. 

ચક્રવાત બનશે તો માઈચૌંગ હિંદ મહાસાગરમાં આ વર્ષનું છઠ્ઠું અને બંગાળની ખાડીનું ચોથી ચક્રવાત હશે. આ ચક્રવાતી તોફાનનું નામ મ્યાંમારે આપેલું છે. IMD એ  તમિલનાડુ અને આંદમાન નિકોબાર ટાપુ સમૂહની સાથે સાથે ઓડિશા સહિત અનેક દક્ષિણી ક્ષેત્રોમાં વરસાદની ગતિવિધિની ભવિષ્યવાણી કરી છે. જે ચક્રવાતની આશંકાવાળા છે. 

ગુજરાત માટે આગાહી
રાજ્ય હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ કહ્યું કે હાલ એક ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે આથી 4 ડિસેમ્બર સુધી વાતાવરણ વાદળિયું રહેવાની સાથે વરસાદી ઝાપટા પડે તેવી વકી છે. ડિસેમ્બર દરમિયાન કોલ્ડ વેવના પ્રમાણમાં પણ ઘટાડો થશે. 20 ડિસેમ્બર પછી ઠંડીમાં વધારો થશે. 4 ડિસેમ્બર સુધી અમદાવાદ સહિત રાજ્યના કેટલાક  ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. 

હવામાન વિભાગના જણાવ્યાં મુજબ રાજ્યમાં સર્જાયેલા સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હજુ પણ ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને તેને અડીને આવેલા ઉત્તરી મહારાષ્ટ્રના કોસ્ટલ એરિયા પર સક્રિય છે. આ સાઈક્લોનિક સિસ્ટમ આગળ વધતા તેની સાથે વાદળો પણ મધ્ય ગુજરાત તરફ ખેંચાયા છે. જેના કારણે આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. રાજ્યમાં વડોદરા, ભરૂચ, ખેડા, દાહોદ, પંચમહાલ, મહિસાગર, તાપી, ડાંગ સહિત વિસ્તારોમાં 3 દિવસ વરસાદ પડી શકે છે. હવામાન વિષ્ણાંત ચિરાગ શાહના જણાવ્યાં મુજબ અમદાવાદ સહિત રાજ્યમાં વાદળિયું વાતાવરણ રહેવાની સાથે વરસાદી ઝાપટા પડી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news