પ્રશ્ન તમારા, જવાબ સરકારના: કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં થયા મોટા ફેરફાર

ગત અઠવાડિયે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસ (Coronavirus) સંક્રમિત દર્દીઓની સારવારના પ્રોટોકોલ બદલવામાં આવ્યા છે. સાથે જ સરકારે હવે દર્દીઓને ડિસ્ચાર્જથી માંડીને કોરોન્ટાઇ સુધીના મામલે નવા દિશા-નિર્દેશ તૈયાર કર્યા છે.

પ્રશ્ન તમારા, જવાબ સરકારના: કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં થયા મોટા ફેરફાર

નવી દિલ્હી: ગત અઠવાડિયે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસ (Coronavirus) સંક્રમિત દર્દીઓની સારવારના પ્રોટોકોલ બદલવામાં આવ્યા છે. સાથે જ સરકારે હવે દર્દીઓને ડિસ્ચાર્જથી માંડીને કોરોન્ટાઇ સુધીના મામલે નવા દિશા-નિર્દેશ તૈયાર કર્યા છે. ત્યારબાદ સામાન્ય લોકોના મનમાં સારવારને લઇને ઘણા સવાલ ઉદભવી રહ્યા છે. આજે અમે તમારા તે પ્રશ્નો પર સરકારના જવાબ રજૂ કરી રહ્યા છીએ..

પ્રશ્ન: ડિસ્ચાર્જ પોલિસીમાં કેમ થયો ફેરફાર?
જવાબ:
ઘણા દેશોમાં આ પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે. ત્યાં દર્દીઓના ડિસ્ચાર્જને લઇને ટેસ્ટ પર આધારિત રણનીતિથી લક્ષૅણ આધારિત અથવા પછી ટાઇમ બેસ્ડ સ્ટ્રેટજીમાં ફેરફાર કરવામાં આવ્યા. ICMRના લેબ આધારિત સમીક્ષામાં જોવા મળ્યું કે શરૂઆતી RTPCR ટેસ્ટ બાદ દર્દી પોઝિટિવ આવ્યાના 10 દિવસમાં નેગેટીવ થયા. તાજેતરના સ્ટડીમાં પણ જણાવવામા6 આવ્યું છે કે વાયરસલ પીક થયા બાદ 7 દિવસમાં ઠીક થવા લાગે છે. 

પ્રશ્ન: બદલાયેલા નિયમો હેઠળ ડિસ્ચાર્જ થયા બાદ શું તેનાથી સંક્રમણનો કોઇ ખતરો છે?
જવાબ:
હાલના પુરાવાઅ આ તરફ ઇશારો કરતા નથી કે દર્દીના ડિસ્ચાર્જ થયા બાદ ટ્રાંસમિશન થાય છે. ડિસ્ચાર્જ બાદ દર્દીને 7 દિવસ હોમ આઇસોલેશના નિયમોનું પાલન કરવાનું હોય છે. 

પ્રશ્ન: શું હોમ આઇસોલેશન બાદ દર્દીને ટેસ્ટ કરવાની જરૂર છે?
જવાબ:
પ્રી સિમ્પ્ટોમેટિક/ખૂબ સામાન્ય/સામાન્ય કન્ફર્મ્ડ કેસમાં હોમ આઇસોલેશન બાદ ટેસ્ટની જરૂર નથી. સ્વાસ્થ્ય મંત્રાલાય સતત સ્થિતિની દ્વષ્ટિએ નિયમોમાં ફેરફાર કરી રહી છે. આ પ્રકારે પહેલાં માસ્ક અને PPE કિટ પહેરવાને લઇને પણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news