તમારા સ્નેહી ચાર ધામ જાત્રા પર નથી ને? ભારે વરસાદની આગાહી 7 સ્થળો પર ઓરેન્જ એલર્ટ

ઉતરાખંડમાં આગામી 36 કલાક માટે હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. પ્રદેશમાં ભારે વરસાદનાં કારણે હવે પડાડીમાં રહેતા લોકોની મુશ્કેલીમાં વધારો થયે છે. હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે, આઘામી 36 કલાક માટે પ્રદેશમાં નૈનીતાલ, ચમ્પાવત, પિથોરાગઢ, ઉધમસિંહનગર, દેહરાદુન, હરિદ્વાર અને પૌડી ગઢવાલમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગની ચેતવણીને જોતા શાસને તમામ જિલ્લાઓમાં વધારે સતર્કતા દાખવવા માટેનાં નિર્દેશો આપ્યા છે. 
તમારા સ્નેહી ચાર ધામ જાત્રા પર નથી ને? ભારે વરસાદની આગાહી 7 સ્થળો પર ઓરેન્જ એલર્ટ

દેહરાદુન : ઉતરાખંડમાં આગામી 36 કલાક માટે હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. પ્રદેશમાં ભારે વરસાદનાં કારણે હવે પડાડીમાં રહેતા લોકોની મુશ્કેલીમાં વધારો થયે છે. હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે, આઘામી 36 કલાક માટે પ્રદેશમાં નૈનીતાલ, ચમ્પાવત, પિથોરાગઢ, ઉધમસિંહનગર, દેહરાદુન, હરિદ્વાર અને પૌડી ગઢવાલમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગની ચેતવણીને જોતા શાસને તમામ જિલ્લાઓમાં વધારે સતર્કતા દાખવવા માટેનાં નિર્દેશો આપ્યા છે. 

પ્રદેશમાં ભારે વરસાદની અસર દેખાવા લાગી છે. 
પ્રદેશનાં અનેક વિસ્તારોમાં હાલ વરસાદ ચાલુ છે. ઉતરકાશી અને યમુનોત્રી હાઇવે ઓજરી ડાબરકોટમાં સતત મોટાબોલ્ડર અને ભુસ્ખલનનાં કારણે રોકાઇ રહ્યો છે સાથે જ ગંગોત્રી હાઇવે પણ ઉત્તરકાશીથી બડેથીમાં વરસાદનાં કારણે ભુસ્ખલનનાં કારણે વારંવાર બંધ કરવો પડી રહ્યો છે. ભારે વરસાદનાં કારણે અનેક ગ્રામીણ રસ્તાઓ બંધ છે જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ચુક્યું છે. 


તંત્ર કોઇ પણ સ્થિતીને પહોંચી વળવા સમર્થ
દેહરાદુનનાં ચકરાતા, ત્યૂણી વિસ્તારમાં ગ્રામીણોએ પીવાના પાણી તથા સ્વાસ્થય સેવાઓ માટે જઝુમવું પડી રહ્યું છે. રાજધાની દેહરાદુનનાં અનેક વિસ્તારોમાં વરસાદનાં પગલે પાણી ભરાઇ ગયા છે. નદીઓનાં જળ સ્તરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે કિનાારા વિસ્તારનાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તંત્રએ પણ કોઇ પણ સ્થિતીને પહોંચી વળવા માટેની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. 

ગ્રામીણ માર્ગોની સ્થિતી સૌથી વિકટ
પહાડોમાં ભારે વરસાદનાં કારણે ગ્રામીણ માર્ગોની સ્થિતી કથળી ગઇ છે. દેહરાદુનમાં 1 ગ્રામીણ મોટર માર્ગ બંધ છે, પિથોરાગઢમાં 3, રુદ્દપ્રયાગમાં 6, ચમોલીમાં 2, ટિહરીમાં 3 ગ્રામીણ મોટર માર્ગ અવરુદ્ધ છે. સૌથી વધારે સમસ્યા પૌડી ગઢવાલમાં છે, જ્યાં 3 રાજ્યમાર્ગ અને 10 ગ્રામીણ માર્ગ અવરુદ્ધ છે. નૈનીતાલમાં 2 અને બાગે્શ્વમાં 2 ગ્રામીણ માર્ગ બ્લોક છે.

ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી
રાજ્ય વરસાદી માહોલ છવાયેલો છે. તેમ છતાં વાતાવરણમાં અસહ્ય બફારો છે. વરસાદ વરસી રહ્યો નથી, જેને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થવાની આશા હવામાન વિભાગે જગાવી છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનો છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ, બંગાળના દરિયા કિનારે લો પ્રેશર સક્રિય થવાનું છે. ત્યારે 28 થી 29 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news