Omicron થી કેટલું રક્ષણ આપશે ભારતની કોવિશીલ્ડનો બૂસ્ટર ડોઝ? નવા અભ્યાસમાં મોટો ખુલાસો

યૂકેના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં કોવિશીલ્ડ નામથી ઉપયોગમાં થઈ રહેલી ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની વેક્સીન ઓમિક્રોન વિરુદ્ધ લગભગ 70-75 ટકા સુધી સુરક્ષા પ્રદાન કરી શકે છે.

 Omicron થી કેટલું રક્ષણ આપશે ભારતની કોવિશીલ્ડનો બૂસ્ટર ડોઝ? નવા અભ્યાસમાં મોટો ખુલાસો

Omicron Variant: કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિયન્ટે આખી દુનિયાની ચિંતા વધારી દીધી છે. આ તમામ વાતો વચ્ચે યૂકેના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં કોવિશીલ્ડ નામથી ઉપયોગમાં થઈ રહેલી ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની વેક્સીન ઓમિક્રોન વિરુદ્ધ લગભગ 70-75 ટકા સુધી સુરક્ષા પ્રદાન કરી શકે છે. 

કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી હવે વેક્સીનેટ લોકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. લોકોની રોગપ્રતિકાર શક્તિ વધારવા માટે ત્રીજા બૂસ્ટર ડોઝ પર ચર્ચા શરૂ છઈ છે. આ વાતો વચ્ચે યૂકે હેલ્થ સિક્યોરિટી એજન્સીએ શુક્રવારે જણાવ્યું હતું કે, કોવિડ 19 વેક્સીનનો ત્રીજો બૂસ્ટર ડોઝ ઓમિક્રોન વેરિયન્ટના સિમ્પ્ટોમેટિક ઈન્ફેક્શન વિરુદ્ધ 70-75 ટકા સુરક્ષા કરવામાં કારગડ છે.

દેશમાં Omicron મચાવી રહ્યો છે હાહાકાર, આજે મળ્યો વધુ કેસ, ટ્રાવેલ હિસ્ટ્રીનો ડરામણો રિપોર્ટ

હેલ્થ એજન્સીએ જણાવ્યું છે કે ભારતમાં કોવિશીલ્ડનો ઉપયોગ થનાર ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા અને ફાઈઝર/બાયોએન્ડટેકની વેક્સીનના બન્ને ડોઝ કોવિડ 19ના ડેલ્ટા વેરિયન્ટની તુલનામાં ઓમિક્રોન વિરુદ્ધ ઓછી સુરક્ષા આપી રહી છે. જોકે વેક્સીનનો ત્રીજો બૂસ્ટર ડોઝ નવા વરિયન્ટ વિરુદ્ધ ઈમ્યુનિટી બૂસ્ટ કરે છે. આ દાવો 581 ઓમિક્રોન સંક્રમિત કેસના આંકડાના વિશ્લેષણ પર આધારિત છે. 

UKHSAના મતે, એવું  અનુમાન લગાવવામાં આવ્યું છે કે જો હાલની સ્થિતિમાં કોઈ ફેરફાર ન થયો તો બ્રિટેનમાં સંક્રમણના કેસ આ મહિનાના અંત સુધીમાં 10 લાખને પાર પહોંચી જશે. પ્રાથમિક આંકડાઓથી જાણવા મળ્યું છે કે બૂસ્ટર ડોઝ નવા વેરિયન્ટ વિરુદ્ધ 70-75 ટકા સુધી સુરક્ષા પ્રદાન કરી શકે છે. જોકે, આ આંકડા બિલકુલ નવા છે, એટલા માટે અનુમાનમાં ફેરફાર થવાની સંભાવના છે. એક્સપર્ટ જણાવે છે કે કોવિડ 19ની ગંભીરતા વિરુદ્ધ વેક્સીન હજુ પણ બચાવી શકે છે, જેની જરૂરિયાત હોસ્પિટલોમાં સારવાર માટે છે.

ઈઝરાયેલમાં PM મોદીના ખાસ મિત્રને મળી ઉર્વશી રૌતેલા, આ યાદગાર ભેટ આપીને દેશનું ગૌરવ વધાર્યું...

UKHSAમાં હેડ ઓફ ઈમ્યૂનાઈજેશનના પ્રમુખ ડો. મેરી રામસેએ જણાવ્યું, કે, 'પ્રારંભિક અંદાજો જોતાં સાવધાની સાથે આગળ વધવું જોઈએ. એવા સંકેતો છે કે બીજા ડોઝના થોડા દિવસો પછી ડેલ્ટા વેરિઅન્ટની તુલનામાં ઓમિક્રોનથી ચેપ લાગવાનું જોખમ વધારે છે. અમને આશા છે કે રસી કોવિડ-19ના ગંભીર લક્ષણો સામે સારા પરિણામ આપશે. જો તમે હજુ સુધી રસીની પ્રથમ માત્રા લીધી નથી, તો બને તેટલી વહેલી તકે તેને લગાવી લો.

ડો. મેરીએ કહ્યું કે બને ત્યાં સુધી લોકોને વર્ક ફ્રોમ હોમ કરવું જોઈએ. ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેર્યા વિના ઘરની બહાર ન નીકળો. તમારા હાથને સતત ધોતા રહો અથવા સેનિટાઇઝ કરતા રહો. જો શરીરમાં કોઈ રોગના લક્ષણો દેખાય, તો તેની તપાસ કરાવો અને પોતાની જાતને આઈસોલેશનમાં રાખો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news