હું ઇચ્છુ તો એક મિનિટમાં મુખ્યમંત્રી બની શકું છુ: હેમા માલિની

સાંસદ તરીકે કામ કરીને ઘણો આનંદ થાય છે પરંતુ મારી ઓળખ કે આજે હું જે કાંઇ પણ છું તે માત્ર એક્ટિંગને આભારી જ છે

હું ઇચ્છુ તો એક મિનિટમાં મુખ્યમંત્રી બની શકું છુ: હેમા માલિની

બાંસવાડા : ફિલ્મ અભિનેત્રી તથા ભાજપ સાંસદ હેમા માલિનીનો દાવો છે કે જો તે ઇચ્છે તો કોઇ પણ સમયે કોઇ પ્રદેશના મુખ્મયંત્રી બની સકે છે, જો કે તે પોતે જ એવું નથી ઇચ્છતા. તેમનું કહેવું છે કે જો તેવું થશે તો પોતાની આઝાદી છિનવાઇ જશે. રાજસ્થાનના બાંસવાડાની મુલાકાતે આવેલ હેમા માલિનીએ આ વાત કરી હતી. અહીં તેમના જોવા માટે ફેન્સની મોટા પ્રમાણમાં ભીડ ઉમટી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હેમા યૂપીના મથુરાથી ભાજપ સાંસદ છે. 

સાંસદ તરીકે કામ કરતા સમયે પણ તેમને ઘણુ સારુ લાગ્યું
જ્યારે હેમાને પુછવામાં આવ્યું કે, તમને સાંસદ તરીકે વધારે ઓળખ મળી પછી એક અભિનેત્રી કરીતે અને બંન્નેમાંથી કોઇ એક કામ કયુ સારુ લાગ્યું તો તેમણે તરત જ જવાબ આપતા કહ્યું કે, તેની આજે જે કાંઇ પણ ઓળખ છે તે માત્ર બોલિવુડ અભિનેત્રી તરીકે જ મળી છે. જો કે તેમણે તેમ પણ કહ્યું કે, સાંસદ તરીકે કામ કરીને તેમને ઘણુ સારુ લાગ્યું, કારણ કે તેમને મથુરાના લોકો માટે કામ કરવાની તક મળી છે. 

પાણી અને વિજળી માટે અમારી સરકારે ઘણુ કામ કર્યું
હેમા માલિનીએ દાવો કર્યો કે તમામ વર્ષોમાં મથુરામાં જેટલું કામ નથી થયું તેટલું તેમણે ચાર વર્ષમાં કર્યું છે. ખાસ કરીને તેમણે વ્યાપર માર્ગ નિર્માણ કરાવ્યું. મોદી સરકારના કામના સવાલ અંગે હેમાએ જવાબ આપ્યો કે, નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન મળવા મુશ્કેલ છે. ગરીબ, ખેડૂત અને મહિલાઓ માટે ખાસ કામ કરી રહ્યા છે. પાણી અને વિજળી માટે પણ અમારી સરકારે ઘણુ કામ કર્યું છે. 

નીતિન ગડકરીની ખુબ પ્રશંસા કરી
રાજ્યોમાં માર્ગ નિર્માણ અંગે ચર્ચા કરતા હેમાએ નીતિન ગડકરીના પણ ખુબ વખાણ કર્યા હતા. મોદી સરકારના વકાણ કરતા હેમા માલિકીએ કહ્યું કે, છેલ્લા 60 વર્ષોમાં જે કામ નથી થયા તે ગણત્રીના વર્ષોમાં મોદી સરકારે કરી દેખાડ્યા છે. આ પ્રસંગે હેમાએ રાજસ્થાનની સુંદરતાના પણ વખાણ કર્યા. તેમણે પ્રદેશના મુખ્યમંત્રી વસુંધરા રાજે દ્વારા તળાવના કરાયેલા કામોના વખાણ કર્યા. અત્રે ઉલ્લેખનીય છે આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news