ગણતંત્ર દિવસ પહેલા આઈબીએ જાહેર કર્યું એલર્ટ, PM સહિત મોટા નેતાઓ પર ખતરો

દિલ્હીમાં ગણતંત્ર દિવસના અવસર પર સુરક્ષાને લઈને આઈબીએ મોટું એલર્ટ જાહેર કર્યું છે. એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખાલિસ્તાન લિબરેશન ફોર્સ પાકિસ્તાન ગુપ્તચર એજન્સી આઈએસઆઈના ઈશારા પર ભારતના મોટા નેતાઓ અને વીવીઆઈપીને નિશાન બનાવી શકે છે. 
 

ગણતંત્ર દિવસ પહેલા આઈબીએ જાહેર કર્યું એલર્ટ, PM સહિત મોટા નેતાઓ પર ખતરો

નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસ પહેલાં સુરક્ષાને લઈને ગુપ્તચર એજન્સીઓએ મોટું એલર્ટ જાહેર કર્યું છે. તેને લઈને ઈન્ટેલિજન્સ બ્યૂરો (IB) એ નવ પેજનું એલર્ટ દિલ્હી પોલીસ સાથે શેર કર્યું છે. એલર્ટમાં 26 જાન્યુઆરીએ આંતકી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે પ્રધાનમંત્રી મોદીની સુરક્ષાને લઈને પણ ખતરો જાહેર કરવામાં આવ્યો છે. તેને લઈને આઈબીએ દિલ્હી પોલીસને સુરક્ષાની જડબેસલાક વ્યવસ્થા કરવાનું કહ્યું છે. 

ખાલિસ્તાની આતંકી બનાવી શકે છે નિશાન
સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે દિલ્હી પોલીસને આઈબીએ એલર્ટ મોકલ્યું છે. તેમાં સૌથી મોટો ખુલાસો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઈને કરવામાં આવ્યો છે. એલર્ટ પ્રમાણે ફેબ્રુઆરી 2021ના મળેલા ઇનપુટ પ્રમાણે ખાલિસ્તાની એક્ટિવિસ્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મીટિંગ અને ટૂરને ટાર્ગેટ કરી શકે છે. તેવામાં પ્રોપર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર (એસઓપી) હેઠળ સુરક્ષાની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે. 

આઈએસઆઈના ઈશારા પર બની યોજના
એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે માર્ચ 2021ના મળેલા ઇનપુટ પ્રમાણે ખાલિસ્તાન લિબરેશન ફોર્સ પાકિસ્તાન ગુપ્તચર એજન્સી આઈએસઆઈના ઇશારા પર ભાજપના મોટા નેતાઓ અને વીવીઆઈપીને ટાર્ગેટ કરવાની યોજના બનાવી રહ્યું છે. તે જાણકારી મળી છે કે ખાલિસ્તાન લિબરેશન ફોર્સે ઇસ્લામિક આતંકીઓની સાથે નવું ગઠબંધન કર્યું છે અને તે બધુ આઈએસઆઈએ કરાવ્યું છે. 

ગણતંત્ર દિવસની પરેડ પર પણ હુમલો થઈ શકે છે
ગૃહ મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલા IB એલર્ટમાં, ભારતમાં કાર્યરત SOPs, જવાબી પગલાં અને આતંકવાદી સંગઠનો વિશે કુલ 32 મુદ્દાઓ જણાવવામાં આવ્યા છે. એલર્ટમાં આઈબીએ ગણતંત્ર દિવસની પરેડમાં આતંકી હુમલાની શક્યતા પણ વ્યક્ત કરી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા, જૈશ, હરકત-ઉલ-મુજાહિદ્દીન, હિઝબુલ-ઉલ-મુજાહિદ્દીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં કાર્યરત આતંકવાદી સંગઠનો VVIPને નિશાન બનાવી શકે છે.

પંજાબમાં ફરી આતંકવાદને ભડકાવવા માંગે છે
એલર્ટ મુજબ આતંકીઓ ભીડવાળી જગ્યાઓ પર તોડફોડ કરી શકે છે અને હુમલો કરી શકે છે. પાકિસ્તાન સ્થિત ISI સમર્થિત ખાલિસ્તાની આતંકવાદી જૂથો પંજાબમાં આતંકવાદને પુનઃસંગઠિત કરવા અને ફરીથી ઉત્તેજન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પંજાબ અને અન્ય રાજ્યોમાં હુમલાની યોજના બનાવી રહ્યા છે. ઇનપુટ્સ અનુસાર, ખાલિસ્તાની આતંકવાદી જૂથો પ્રધાનમંત્રીની બેઠક અને મુલાકાત પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. અન્ય ખાલિસ્તાની સમર્થક આતંકવાદી સંગઠનો પણ હાઈપ્રોફાઈલ મહાનુભાવોને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યા છે. એલર્ટમાં ડ્રોન આતંકી હુમલાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

સંસદ ભવન, લાલ કિલ્લાની સુરક્ષા વધારવામાં આવી
આઈબીએ દિલ્હી પોલીસને કુલ 32 પોઈન્ટ હેઠળ ગણતંત્ર દિવસની પરેડ પર ખતરાની આશંકા વ્યક્ત કરતા જડબેસલાક વ્યવસ્થા કરવાનું કહ્યું છે. એટલું જ નહીં પાડોશી રાજ્ય ઉત્તર પ્રદેશ અને હરિયાણા સાથે કોર્ડિનેશન મીટિંગ કરવાનું કહ્યું છે. 14 જાન્યુઆરીએ આરડીએક્સથી બનેલ આઈઈડી મળ્યા બાદ દિલ્હી પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. તેવામાં દિલ્હી પોલીસે ખાસ કરીને સંસદ ભવન અને લાલ કિલ્લાની આસપાસ મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરી દીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news