પાકિસ્તાન જો એરસ્પેસ બંધ કરે તો આપણે સમુદ્રી રસ્તો બંધ કરવો જોઈએ: સુબ્રમણ્યમ સ્વામી

રાજ્યસભાના સદસ્ય સુબ્રમણ્યમ સ્વામીએ સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકારને સલાહ આપતા કહ્યું કે જો પાકિસ્તાન ભારતીય વિમાનો માટે પોતાનો એર સ્પેસ બંધ કરી દે તો ભારતે કરાચી પોર્ટ જનારા સમુદ્રી જહાજોને પણ અરબ સાગરમાંથી પસાર થવા દેવા જોઈએ નહીં. 

પાકિસ્તાન જો એરસ્પેસ બંધ કરે તો આપણે સમુદ્રી રસ્તો બંધ કરવો જોઈએ: સુબ્રમણ્યમ સ્વામી

નવી દિલ્હી: રાજ્યસભાના સદસ્ય સુબ્રમણ્યમ સ્વામીએ સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકારને સલાહ આપતા કહ્યું કે જો પાકિસ્તાન ભારતીય વિમાનો માટે પોતાનો એર સ્પેસ બંધ કરી દે તો ભારતે કરાચી પોર્ટ જનારા સમુદ્રી જહાજોને પણ અરબ સાગરમાંથી પસાર થવા દેવા જોઈએ નહીં. 

સ્વામીએ આ નિવેદન તે રિપોર્ટસ બાદ આવ્યું છે જેમાં કહેવાયું છે કે પાકિસ્તાન ભારતના વિમાનો માટે પોતાનો એરસ્પેસ બંધ કરવાનું વિચારી રહ્યું છે. ભારત દ્વારા જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને રદ કરાયા બાદ પાકિસ્તાન આ પ્રકારનું પગલું ભરી શકે છે. 

સ્વામીએ ટ્વીટ કરીને કહ્યું કે નમો સરકારને મારી સલાહ. જો પાકિસ્તાન આપણા વાણિજ્ય અને નાગરિક વિમાનો માટે પોતાનો એરસ્પેસ બંધ કરી દે તો ભારતે કરાચી પોર્ટ માટે અરબ સાગર (જેનુ નામ બદલવાની જરૂર છે)થી જતા જહાજો માટે આ માર્ગ બંધ કરી દેવો જોઈએ. 

જુઓ LIVE TV

હકીકતમાં મંગળવારે પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ફવાદ ચૌધરીએ ભારત માટે પોતાના દેશનો એરસ્પેસ બંધ કરવાના સંકેત આપતી ટ્વીટ કરી હતી.

આ વર્ષની શરૂઆતમાં બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને 26 ફેબ્રુઆરીથી ભારતીય વિમાનો માટે પોતાનો એરસ્પેસ બંધ કર્યો હતો. ત્યારબાદ આ માર્ગને 16 જુલાઈના રોજ સંપૂર્ણ રીતે ખોલી નખાયો હતો. 140 દિવસોમાં લગભગ 84 હજાર ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ હતી. ભારતે કહ્યું હતું કે આ દરમિયાન પાકિસ્તાની એરસ્પેસ બંધ થવાના કારણે રોજેરોજ 600 ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news