પાકિસ્તાન: હિંદૂ મહિલાઓના સમર્થનમાં મોટો નિર્ણય, છુટાછેડા બાદ પણ કરી શકાશે બીજા લગ્ન

પહેલીવાર પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં છુટાછેડા અથવા વિધવા હિંદૂ મહિલાઓને પ્રાંતીય વિધાનસભા દ્વારા કરાયેલા એક ઐતિહાસિક સંશોધન હેઠળ ફરીથી લગ્ન કરવાની પરવાનગી મળી છે

પાકિસ્તાન: હિંદૂ મહિલાઓના સમર્થનમાં મોટો નિર્ણય, છુટાછેડા બાદ પણ કરી શકાશે બીજા લગ્ન

કરાંચી : પહેલી વાર પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં છુટાછેડા લીધેલી અથવા વિધવા હિંદૂ મહિલાઓની પ્રાંતીય વિધાનસભા દ્વારા કરવામાં આવેલા એક ઐતિહાસિક સંશોધન હેઠળ ફરીથી લગ્ન કરવાની પરવાનગી આપવામાં આવી છે. મીડિયાનાં એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી. તે અગાઉ છુટાછેડા અથવા વિધવા હિંદૂ મહિલાઓને બીજા લગ્નની પરવાનગી નહોતી. ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનના સમાચાર અનુસાર સિંધ હિંદૂ વિવાહ (સંશોધન)વિધેયક 2018 ન માત્ર પતિ-પત્નીને અલગ થવાનો અધિકાર આપે છે પરંતુ પત્ની અને બાળકોને આર્થિક સુરક્ષા પણ સુનિશ્ચિત કરાવે છે. 

પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતા નંદ કુમારે આ વિધેયકને રજુ કરી હતી અને માર્ચમાં તેને વિધાનસભામાં પસાર કરાયું હતું. કાયદા અનુસાર હિંદુ વિવાહ, પછી તે કાયદો લાગુ થયા બાદ હોય કે પછી બંન્ને પક્ષ કોર્ટમાં અરજી દાખલ કરીને ન્યાયીક અલગાવનો આદેશ આપવા માટે અપીલ કરી છે. કાયદા અનુસાર , હિંદુ વિવાહ, પછી તે કાયદો લાગુ થતા પહેલા થયો હોય કે ત્યાર બાદ બંન્ને પક્ષ કોર્ટમાં અરજી દાખલ કરીને ન્યાયીક અલગાવનો આદેશ આપવાની અપીલ કરી શકે છે. 

આ કાયદા હેઠળ હિંદુ સમુદાયના સભ્યોએ નિર્ધારિત લઘુતમ ઉંમર સાથે ઓછી ઉંમરમાં લગ્ન પર પ્રતિબંધ થશે. નંદ કુમારે કહ્યું કે, હિંદુ સમુદાય પરાણે ધર્માંતરણ અને ખુબ ઓછી ઉંમરમાં યુવતીઓનાં લગ્નનો વિરોધ કરતા રહ્યા છે. આ કાયદાએ હિંદુ સમુદાયમાં કિશોરના લગ્ન પર પ્રતિબંધ લગાવી દીધો છે. કુમારે ધાર્મિક લઘુમતીના સભ્યોને પરાણે ધર્માંતરણની વિરુદ્ધ પણ એક વિધેયક રજુ કર્યું છે, જો કે વિધેયક સિંહ વિધાનસભા સચિવાલયમાં ધૂળ ફાંકી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ કાયદામાં સંશોધનનો ઇરાદો આજના જમાના અનુસાર જુના પડેલા રીતિ - રિવાજમાંથી છુટવાનું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news