ભારતે કાશ્મીર અંગે UNના રિપોર્ટને રદિયો આપ્યો: લગાવ્યો ગંભીર આરોપ

વિદેશ મંત્રાલયે સંયુક્ત રાષ્ટ્રનાં રિપોર્ટને વધારે પુર્વાગ્રહ યુક્ત અને ખોટા નેરેટિવ બનાવવાનો પ્રયાસ કરનાર ગણાવ્યા હતા

ભારતે કાશ્મીર અંગે UNના રિપોર્ટને રદિયો આપ્યો: લગાવ્યો ગંભીર આરોપ

નવી દિલ્હી : ભારતે કાશ્મીર અંગે સંયુક્ત રાષ્ટ્રના તે રિપોર્ટને ફગાવી દીધો છે જેમાં કથિત રીતે માનવાધિકાર ઉલ્લંઘનના આરોપ લગાવ્યા છે. ભારતે સંયુક્ત રાષ્ટ્રના આ રિપોર્ટને ખોટા અને ખાસ વલણથી પ્રેરિત ગણાવ્યા હતા. એક આકરી પ્રતિક્રિયામાં વિદેશ મંત્રાલયે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રનો તે રિપોર્ટ અત્યાધિક પુર્વાગ્રહથી ગ્રસિત છે. અને ખોટા નેરેટિવ બનાવવાના પ્રયાસો કરે છે. ભારતે સ્પષ્ટ કર્યું કે, સમગ્ર કાશ્મીર ભારતનો હિસ્સો છે. 

— ANI (@ANI) June 14, 2018

વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ રિપોર્ટ ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનુ ઉલ્લંઘન કરે છે. ગુરૂવારે રિલીઝ રિપોર્ટમાં સંયુક્ત રાષ્ટ્રએ જમ્મુ કાશ્મીર અનેપાકિસ્તાન કબ્જાના કાશ્મીર, બંન્નેમાં કથિત રીતે માનવાધિકાર ઉલ્લંઘનની વાત કરી છે. યુએનએ આ માનવાધિકાર ઉલ્લંઘનોની આંતરરાષ્ટ્રીય તપાસ કરાવવા માટેની માંગ કરી છે. 

વિદેશ મંત્રાલયે આ અહેવાલને ફગાવતા એવા રિપોર્ટ સામે લાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે આગળ કહ્યું કે, આ રિપોર્ટ ઘણી હદ સુધી અયોગ્ય માહિતીનું સંકલન છે. વિદેશ મંત્રાલયે એકવાર સંયુક્ત રાષ્ટ્ર સહિત સમગ્ર વિશ્વને યાદ અપાવ્યું કે, સમગ્ર મુદ્દો જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને પાકિસ્તાને ભારતનાં એક હિસ્સા પર પરાણે પોતાનો કબ્જો જમાવેલો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news