વિજ ઉત્પાદન ક્ષેત્રે ભારત આગામી સમયમાં જાપાનને પછાડશે

પુન:પ્રાપ્ય ઉર્જાસ્ત્રોતો દ્વારા સરકાર વિજ ઉત્પાદન ક્ષમતા વધારવાના પ્રયાસો કરી રહી છે પરંતુ દબદબો કોલસા આધારિત વિજળીનો જ રહેશે

વિજ ઉત્પાદન ક્ષેત્રે ભારત આગામી સમયમાં જાપાનને પછાડશે

નવી દિલ્હીઃ ભારતમાં કોલસા આધારિત વીજ ઉત્પાદન ક્ષમતા ઝડપથી વૃદ્ધિ પામી રહી છે. આ ઝડપને જોતા ભારત ટૂંકમાં જ જાપાનને પછાડીને એશિયાનું બીજા નંબરનું સૌથી મોટુ કોલસા આધારિત વિજ ઉત્પાદક દેશ બની જશે. 2018ના અંત સુધીમાં ભારતની વીજ ઉત્પાદન ક્ષમતા વધીને 363.32 મેગાવોટ થઇ જશે. ભારતની વીજ ઉત્પાદન ક્ષમતામાં 2027 સુધીમાં 69 ટકાના દરે વધવાની શક્યતાઓ જોવાઇ રહી છે. 

આ વધારામાં કોલસો મુખ્ય સ્ત્રોત હશે. 2020 સુધીમાં ભારત અમેરિકાને પછાડીને વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું વીજ ઉત્પાદક બની જશે તેવો અંદાજ નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે. ભારતે હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજના સૌભાગ્ય હેઠળ 100 ટકા વિદ્યુતીકરણનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. દેશનાં દરેકે દરેક ગામ સુધી વિજળી પહોંચાડવાનું લક્ષ્યાંક સરકારે પ્રાપ્ત કર્યું છે. હવે પછીનું સરકારનું લક્ષ્યાંક  દેશનાં દરેક ઘરમાં વિજળી પહોંચાડવાનું છે. જેનો સીધો જ અર્થ છે કે આગામી સમયમાં ભારતમાં પણ વિજની માંગણી ખુબ જ વધી શકે છે. 

વીજની મોટી માંગને પહોંચી વળવા માટે સરકાર દ્વારા ઉત્પાદન પણ વધારવામાં આવી શકે છે. આ માંગને પહોંચી વળવા માટે સરકાર કોલસા આધારિત વિદ્યુત મથકો પણ વધારી શકે છે. ઉપરાંત સરકારપુન: પ્રાપ્ય ઉર્જાસ્ત્રોતો આધારિત વિજ ઉત્પાદન વધારવા અંગે પણ જોર આપી રહી છે.  જો કે 2026 સુધી કોલસા આધારિત વીજળીનું પ્રભુત્વ રહેશે. જો કે પુન:પ્રાપ્ત ઉર્જાનાં સ્ત્રોતો આધારિત ઉત્પાદન વધવા છતા પણ કોલસાનો દબદબો યથાવત્ત રહેશે. 2026 સુધીમાં કોલસા આધારિત વીજળીનો હિસ્સો 70 ટકા જેટલો રહેવાની શક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news