ભારતે ફરી કર્યું શક્તિશાળી મિસાઈલ અગ્નિ-4નું પરીક્ષણ, પાકિસ્તાન અને ચીન સુધી પહોંચ

ભારતે ઓડિશા કિનારા પર રવિવારે પરમાણુ શસ્ત્રો લઈ જવામાં સક્ષમ લાંબા અંતર સુધી લક્ષ્ય ભેદનારી બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ-4નું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ 4,000 કિમીના અંતર સુધીનું લક્ષ્ય ભેદવા માટે સક્ષમ છે. 
ભારતે ફરી કર્યું શક્તિશાળી મિસાઈલ અગ્નિ-4નું પરીક્ષણ, પાકિસ્તાન અને ચીન સુધી પહોંચ

બાલેશ્વર(ઓડિશા): ભારતે ઓડિશા કિનારા પર રવિવારે પરમાણુ શસ્ત્રો લઈ જવામાં સક્ષમ લાંબા અંતર સુધી લક્ષ્ય ભેદનારી બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ-4નું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ 4,000 કિમીના અંતર સુધીનું લક્ષ્ય ભેદવા માટે સક્ષમ છે. 

આ પરીક્ષણ સેનાએ પ્રાયોગિક પરીક્ષણ તરીકે કર્યું છે. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે, જમીનથી જમીન પર પ્રહાર કરતી આ વ્યૂહાત્મિક મિસાઈલ પરીક્ષણ ડો. અબ્દુલકલામ આઈલેન્ડ ખાતેના આઈટીઆરના લોન્ચ પેડ-4 પરથી સવારે 8.35 કલાકે કર્યું હતું. 

પરીક્ષણને 'પૂર્ણ સફળ' જાહેર કરતા તેમણે જણાવ્યું કે, પરીક્ષણ દરમિયાન મિશનના તમામ ઉદ્દેશ્ય પ્રાપ્ત કરી લેવાયા છે. તમામ રડાર, ટ્રેકિંગ સિસ્ટમ અને રેન્જ સ્ટેશનોના મિસાઈલના ઉડ્ડયન પ્રદર્શન પર નજર રાખવામાં આવીહ તી. જેને એક મોબાઈલ લોન્ચરથી છોડવામાં આવી હતી. 

અગ્નિ-4 મિસાઈલનું આ સાતમું પરીક્ષણ હતું. આ અગાઉ ભારતીય સેનાના સ્ટ્રેટજિક ફોર્સ કમાન્ડ દ્વારા આ જ સ્થળેથી 2 જાન્યુઆરી, 2018ના રોજ તેનું સફળ પરીક્ષણ કરાયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news