Rajasthan: વાયુસેનાનું MIG-21 વિમાન ક્રેશ થઈ ઘર પર પડ્યું, 3 લોકોના મોત

Fighter Plane Crash In Rajasthan: રાજસ્થાનના હનુમાનગઢમાં ભારતીય વાયુસેનાનું એક ફાઈટર વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર પાયલટ સુરક્ષિત છે પરંતુ આ વિમાન ક્રેશની આ દુર્ઘટનામાં 3 ગ્રામીણોના મોત થયા છે.

Rajasthan: વાયુસેનાનું MIG-21 વિમાન ક્રેશ થઈ ઘર પર પડ્યું, 3 લોકોના મોત

Fighter Plane Crash In Rajasthan: રાજસ્થાનના હનુમાનગઢમાં ભારતીય વાયુસેનાનું એક ફાઈટર વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર બંને પાયલટ સુરક્ષિત છે પરંતુ આ વિમાન ક્રેશની આ દુર્ઘટનામાં 3 ગ્રામીણોના મોત થયા છે. તેઓ આ ક્રેશ થયેલા વિમાનની ઝપેટમાં આવી જતા મોત નિપજ્યાં. આ વિમાન સુરતગઢથી ઉડ્યું હતું. 

The pilot sustained minor injuries in the incident. pic.twitter.com/LJrxkJ9JaM

— ANI (@ANI) May 8, 2023

હનુમાનગઢ SP સુધીર ચૌધરીએ જણાવ્યું કે વિમાને સુરતગઢથી ઉડાણ ભરી હતી. તે બહલોલનગરમાં ક્રેશ થયું. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈને એક ઘર પર પડ્યું. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થઈ ગયા. એરફોર્સે પણ એક નિવેદન  બહાર પાડ્યું. વાયુસેનાના Mig 21 વિમાને આજે સવારે નિયમિત પ્રશિક્ષણ ઉડાણ ભરી હતી. ત્યારે દુર્ઘટનાગ્રસ્ત થયું. પાયલટ પોતાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહ્યો. પાયલટને સામાન્ય ઈજા થઈ છે. અકસ્માતના કારણોની જાણકારી મેળવવા માટે તપાસ શરૂ કરી દેવાઈ છે. 

— ANI (@ANI) May 8, 2023

અત્રે જણાવવાનું કે આ અગાઉ જુલાઈ 2022માં રાજસ્થાનના બાડમેર પાસે એક ટ્રેનિંગ ઉડાણ દરમિયાન મિગ 21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અકસ્માતમાં ભારતીય વાયુસેનાના બે પાયલટ શહીદ થયા હતા. 

મિગ 21 ક્રેશ થવાની ઘટનાએ આજે એકવાર ફરીથી સોવિયેત મૂળના મિગ-21 વિમાનો પર સવાલ ઊભા કર્યા છે. ભારતીય વાયુસેનાના કાફલામાં મિગ 21 વિમાન 1960ના દાયકાની શરૂઆતમાં સામેલ થયા હતા અને 2022 સુધીમાં મિગ 21 વિમાનથી લગભગ 200 જેટલી દુર્ઘટનાઓ ઘટી ચૂકી છે. મિગ 21 લાંબા સમય સુધી ભારતીય વાયુસેનાનો એક મુખ્ય આધાર બની રહ્યું હતું. જો કે વિમાનનો સુરક્ષા રેકોર્ડ જોઈએ તો ખરાબ છે. વિમાન દુર્ઘટનાઓમાં અનેક લોકોના જીવ ગયા છે. ગત વર્ષ માર્ચ મહિનામાં રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટે રાજ્યસભામાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં 3 સેવાઓના વિમાન અને હેલિકોપ્ટર દુર્ઘટનાઓમાં 42 સુરક્ષાકર્મીઓના મોત થયા છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ 45 હવાઈ દુર્ઘટનાઓ ઘટી જેમાંથી 29માં ભારતીય વાયુસેનાના પ્લેટફોર્મ સામેલ હતા. 

હટાવવામાં આવી રહ્યા છે મિગ વિમાનો
મિગ 21 ક્રેશની હાલની ઘટનાઓ જોતા એરફોર્સ પણ હવે તેને પોતાના કાફલામાંથી હટાવી રહી છે. એરફોર્સ ગત વર્ષ 30 સપ્ટેમ્બર સુધીમાં મિગ 21 બાઈસનની એક સ્ક્વોડ્રન હટાવી લીધી હતી. મિગ 21ની બાકી 3 સ્ક્વોડ્રનને તબક્કાવાર રીતે 2025 સુધીમાં બહાર કરવાની યોજના છે. 

અભિનંદને આ વિમાનનો કર્યો હતો ઉપયોગ
ફેબ્રુઆરી 2019માં બાલાકોટ સ્ટ્રાઈકના એક દિવસ બાદ જ્યારે વિંગ કમાન્ડર અભિનંદર વર્ધમાને પાકિસ્તાનના એફ-16 વિમાનને તોડી પાડ્યું હતું તે સમય તેઓ મિગ 21 વિમાન જ ઉડાવી રહ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news