India-China Standoff: ચીનની દરેક ચાલ પર હશે ભારતની નજર, સેના ખરીદવા જઇ રહી છે આધુનિક હોડીઓ

ચીનની સાથે ચાલી રહેલા વિવાદ (India-China Standoff) વચ્ચે ભારતીય સેના (Indian Army) પોતાની તાકાતમાં વધારો કરવા જઇ રહી છે. સેનાએ આધુનિક પેટ્રોલિંગ હોડીઓને ખરીદવાના પ્રસ્તાવને અંતિમ રૂપ આપી દીધું છે.

India-China Standoff: ચીનની દરેક ચાલ પર હશે ભારતની નજર, સેના ખરીદવા જઇ રહી છે આધુનિક હોડીઓ

નવી દિલ્હી: ચીનની સાથે ચાલી રહેલા વિવાદ (India-China Standoff) વચ્ચે ભારતીય સેના (Indian Army) પોતાની તાકાતમાં વધારો કરવા જઇ રહી છે. સેનાએ આધુનિક પેટ્રોલિંગ હોડીઓને ખરીદવાના પ્રસ્તાવને અંતિમ રૂપ આપી દીધું છે. આ હોડીઓ આવ્યા પછી ચીનની હરકત પર નજર રાખવી સરળ બની જશે. સેનાએ જણાવ્યું કે નવી આધુનિક હોડીઓનો ઉપયોગ પૂર્વી લદ્દાખમાં પૈંગોંગ સરોવર સહિત મોટા જળાશયોની દેખરેખ માટે કરવામાં આવશે. આ પહેલાં પણ ચીની સેનાને જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સેનાએ ઘણા પગલાં ભર્યા છે.  

12 Boats નો થયો કરાર
ભારત અને ચીનની મેની શરૂઆતથી પૂર્વી લદ્દાખને લઇને સામને સામને છે. બંને દેશોમાં અત્યાર સુધી ઘણા રાઉન્ડ વાતચીત થઇ ચૂકી છે. પરંતુ કોઇ ખાસ ફાયદો થયો નથી. એવામાં સેના (Indian Army)એ પોતાને મજબૂત કરવાનું શરૂ કરી દીધું છે. આ ક્રમમાં આધુનિક પેટ્રોલિંગ હોડીઓની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. સેનાએ જણાવ્યું કે તેનાથી સરકારી ક્ષેત્રના ઉપક્રમ ગોવા શિપયાર્ડ લિમિટેડ સાથે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર 12 પેટ્રોલિંગ હોડીઓ માટે કરવામાં આવ્યો છે. 

મે મહિનામાં થશે Boats ની આપૂર્તિ
સેનાએ ટ્વીટ કરીને કહ્યું કે મે 2021થી હોડીઓની આપૂર્તિ શરૂ થઇ જશે. મોટા જળાશયોમાં આ હોડીઓનો ઉપયોગ પેટ્રોલિંગ અને દેખરેખ માટે કરવામાં આવશે. તો બીજી તરફ ગોવા શિપપાર્ડએ એક નિવેદનમાં કહ્યું કે તેમણે આધુનિક પેટ્રોલિંગ હોડીઓ માટે ભારતીય સેના સાથે એક કરાર પર સહી કરી છે. આ હોડીઓમાં સુરક્ષાબળોની જરૂરિયાત અનુરૂપ વિશેષ ઉપકરણ લગાવવામાં આવશે. 

રણનીતિક દ્રષ્ટિએ ખાસ છે  Pangong lake
ભારત અને ચીન સાથે વાતચીત પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે. જેથી વિવાદોને શાંતિપૂર્ણ રીતે સમાધાન નિકાળી શકાય. પરંતુ ચીન દરેક વખતે તેને ઉશ્કેરવાની કાર્યવાહી કરીને વાતચીતની ગાડીને પાટા પરથી ઉતારી દે છે. જે પૈંગોગ ઝીલ અને આસપાસના વિસ્તારોમાં નજર રાખવા માટે ભારતીય સેના આધુનિક હોડીઓ ખરીદી રહી છે. ભારતે મે મહિનાની શરૂઅતમાં ગતિરોધ શરૂ બાદ સરોવરની આસપાસ દેખરેખ વધારી દીધી છે. બંને દેશોની સેનાઓ વચ્ચે પાંચ મેના રોજ પૈંગોંગ સરોવરવાળા વિસ્તારમાં હિંસક ઝપાઝપી થઇ હતી. ત્યારબાદ નવ મેનાર ઓજ ઉત્તરી સિક્કિમમાં આ પ્રકારની ઘટના થઇ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news