INX Media Case : સીબીઆઈ કોર્ટે ઈડીને ચિદમ્બરમની ધરપકડની આપી મંજુરી

કોર્ટમાં ઈડીએ જણાવ્યું હતું કે, મની લોન્ડરિંગ કેસમાં અમારે કસ્ટોડિયન ઈન્ટરોગેશનની જરૂર છે. આ અંગે ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આઈએનએક્સ મીડિયા કેસમાં ચિદમ્બરમને કસ્ટડીમાં લેવાની કોઈ જરૂર નથી. 
 

INX Media Case : સીબીઆઈ કોર્ટે ઈડીને ચિદમ્બરમની ધરપકડની આપી મંજુરી

નવી દિલ્હીઃ આઈએનએક્સ મીડિયા કેસ(INX Media Case)માં પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને(Chidambaram) વધુ એક ઝટકો લાગ્યો છે. સીબીઆઈ કોર્ટે(CBI Court) પૂર્વ નાણામંત્રીની ધરપકડ કરવાની અને તેમની પુછપરછ કરવાની એન્ફોર્સમેન્ટ ડિર્કોટોરેટ(ED)ને મંજુરી આપી છે. આથી, હવે ઈડીની ટીમ આવતીકાલે સવારે તિહાડ જેલ જઈને પી. ચિદમ્બરમની ધરપકડ કરશે. ત્યાર પછી આવતીકાલે સાંજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડની માગણી કરશે. 

આ અગાઉ સોમવારે ચિદમ્બરમની ઈડીને કસ્ટડી આપવાના કેસમાં દિલ્હીની રોઉસ એવેન્યુ કોર્ટમાં સુનાવણી પુરી થઈ હતી, પરંતુ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. કોર્ટમાં ઈડીએ જણાવ્યું હતું કે, મની લોન્ડરિંગ કેસમાં અમારે કસ્ટોડિયન ઈન્ટરોગેશનની જરૂર છે. આ અંગે ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આઈએનએક્સ મીડિયા કેસમાં ચિદમ્બરમને કસ્ટડીમાં લેવાની કોઈ જરૂર નથી. 

ઈડીએ દલીલ રજુ કરતા વધુમાં જણાવ્યું કે, મની લોન્ડરિંગ પણ એક અપરાધ છે. એક કેસની તપાસ બીજાથી અલગ હોય છે. ચિદમ્બરમ ભલે સીબીઆઈ કસ્ટડીમાં હોય, તેમની ધરપકડ કરાઈ હોય, પરંતુ ઈડીને પણ તેમની ધરપકડ કરવાનો અને કસ્ટડીમાં લેવાનો હક છે. 

ઉલ્લેખનીય છે કે, આઈએનએક્સ મીડિયા કેસમાં પીટર અને ઈન્દ્રાણી મુખરજીએ પી. ચિદમ્બરમ અને કિર્તીનું નામ જણાવ્યું હતું, જેઓ અત્યારે મુંબઈના જેલમાં છે. ઈન્દ્રાણીની પુત્રી શીના બોરાના હત્યા કેસમાં બંને પતિ-પત્ની મુંબઈની જેલમાં છે. તેમણે આઈએનએક્સ મીડિયા કંપનીની સ્થાપના કરી હતી. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news