ચિદમ્બરમને વધુ એક દિવસ માટે EDની કસ્ટડીમાં મોકલવા કોર્ટનો ઈનકાર

આઈએનએક્સ મીડિયા કેસમાં (INX Media Case)ઈડીએ(ED) કોર્ટ પાસે વધુ એક દિવસની રિમાન્ડમી માગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ચિદમ્બરમ(Chidambaram) અત્યાર સુધી ઈડીની 13 દિવસની કસ્ટડીમાં રહી ચૂક્યા છે. 
 

ચિદમ્બરમને વધુ એક દિવસ માટે EDની કસ્ટડીમાં મોકલવા કોર્ટનો ઈનકાર

નવી દિલ્હીઃ આઈએનએક્સ મીડિયા કેસમાં(INX Media Case) દિલ્હીની રાઉજ એવેન્યુ કોર્ટે કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમની(P. Chidambaram) ઈડીની(ED) કસ્ટડી વધારવાનો ઈનકાર કરી દીધો છે. રાઉજ એવેન્યુ કોર્ટે ચિદમ્બરમને તિહાર જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે. ચિદમ્બરમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપાયા છે. હવે ચિદમ્બરમ 13 નવેમ્બર સુધી કસ્ટડીમાં રહેશે. તેમને અલગ સેલમાં રાખવામાં આવશે જ્યાં વેસ્ટર્ન ટોઈલેટ હશે. આ ઉપરાંત ચિદમ્બરમ ઘરનું જમવાનું પણ મગાવી શકશે. 

ઈડીએ કોર્ટ પાસે વધુ એક દિવસની રિમાન્ડમી માગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ચિદમ્બરમ અત્યાર સુધી ઈડીની 13 દિવસની કસ્ટડીમાં રહી ચૂક્યા છે. ઈડીએ કોર્ટને કહ્યું કે, ચિદમ્બરમની તબિયત ખરાબ હતી, આથી ઈલાજ માટે એઈમ્સમાં દાખલ કરાયા હતા. જેના કારણે વધુ પુછપરછ થઈ શકી નથી. કેટલાક સવાલનો જવાબ હજુ પુછવાના બાકી છે. 

ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે એક દિવસની કસ્ટડીની ઈડીની માગનો વિરોધ કરતા કહ્યું કે, શું 14 દિવસની કસ્ટડી દરમિયાન ઈડીએ કેમ કોઈ પુછપરછ કરી નથી. ઈડીએ કોર્ટને કહ્યું કે, 'અમે આઈએનએક્સ કેસમાં અનેક લોકોને સમન્સ પાઠવ્યા છે. ચિદમ્બરમ અત્યંત પ્રભાવશાળી વ્યક્તિ છે, આથી બીજા આરોપીઓને ઈડી સુધી પહોંચતા રોકી પણ શકે છે.'

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news