IPL Auction: આ ખેલાડી પર થયો પૈસાનો વરસાદ, આ છે ટોપ 10

IPLની હરાજીમાં અનેક ખેલાડીઓ એવા હતા કે જેમને બેઝ પ્રાઇઝથી અનેક ગણા રૂપિયામાં ખરીદવામાં આવ્યા હોય

IPL Auction: આ ખેલાડી પર થયો પૈસાનો વરસાદ, આ છે ટોપ 10

અમદાવાદ : ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ આઇપીએલ-2019ની હરાજીમાં સૌથી મોંઘા ખેલાડી તરીકે વેચાયો. તેને રાજસ્થાન રોયલ્સે 8.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેને ગત વખતે આ ટીમે 11.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જો કે ત્યાર બાદ રિલિઝ કરી દીધો હતો. ઉનડકટ માટે કિંગ્સ ઇલેવન પંજાબ, ચેન્નાઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ભારે રસાકસી થઇ હતી. જો કે આખરે રાજસ્થાન બાજી મારી ગયું હતું. 

જો કે માત્ર ઉનડકટ જ નહી એવા ઘણા ખેલાડીઓ છે જે બેઝ પ્રાઇઝ કરતા ન માત્ર ઘણી ઉંચી કિંમતે વેચાયા પરંતુ તેના માટે ભારે રસાકસી પણ થઇ. અનેક ફ્રેન્ચાઇઝીઓ આ ખેલાડીઓને ખરીદવા માટે હોડ લગાવી હતી. જે ખેલાડીઓ માટે સૌથી વધારે રસાકસી થઇ હોય તેવા ટોપ-10 ખેલાડીઓનું આ રહ્યું લિસ્ટ...

1. જયદેવ ઉનડકટ (રાજસ્થાન રોયલ્સ 8.40 કરોડ રૂપિયા (બેઝ પ્રાઇઝ 1.50 કરોડ)
2. વરૂણ ચક્રવર્તી (કિંગ્સ ઇલેવન પંજાબ) 8.40 કરોડ (બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા)
3. સૈમ કુરૈન (કિંગ્સ ઇલેવન પંજાબ) 7.20 કરોડ (બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા)
4. કોલિન ઇન્ગ્રામ (દિલ્ગી કેપિટલ) 6.40 કરોડ (બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા)
5. મોહિત શર્મા (ચેન્નાઇ સુપર કિંગ્સ) 5.00 કરોડ (બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા)
6. શિવમ દુબે (રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ ) 5.00 કરોડ (બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા)
7. અક્ષર પટેલ (દિલ્હી કેપિટલ્સ) 5.00 કરોડ (બેઝ પ્રાઇઝ 1.00 કરોડ રૂપિયા)
8. કાર્લોસ બ્રેથવેટ (કોલકાતા નાઇટ રાઇડર્સ) 5.00 કરોડ (બેઝ પ્રાઇસ 75 લાખ)
9. મો. શમી (કિંગ્સ ઇલેવન પંજાબ) 4.80 કરોડ (બેઝ પ્રાઇઝ 1 કરોડ રૂપિયા)
10. પ્રભસિમરન સિંહ (કિંગ્સ ઇલેવન પંજાબ) 4.80 કરોડ (બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા)
11. શિમરોન હેટમેયર (રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ) 4.20 કરોડ (બેઝ પ્રાઇઝ 75 લાખ રૂપિયા)
12. નિકોલસ પુરન (કિંગ્લ ઇલેવન પંજાબ ) 4.20 કરોડ (બેઝ પ્રાઇઝ 75 લાખ રૂપિયા)
13. અક્ષદીપ નાથ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ) 3.60 કરોડ રૂપિયા (20 લાખ)
14. બરિંદર સરાં (મુંબઇ ઇન્ડિયન્સ) 3.40 કરોડ રૂપિયા (બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા)
15. વરૂણ આરોન(રાજસ્થાન રોયલ્સ) 2.40 કરોડર રૂપિયા (બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા)
16.જોની બેયરસ્ટો (સનરાઇઝર્સ હૈદરાબાદ) 2.2 કરોડ (બેઝ પ્રાઇઝ 1.5 કરોડ રૂપિયા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news