શું દેશમાં 'બૂસ્ટર ડોઝ' લગાવવાનો યોગ્ય સમય આવી ગયો છે? જાણો એક્સપર્ટ શું કહે છે

કોરોનાના ખતરાથી બચાવનાર વેક્સીનના બંને ડોઝ લગાવી ચૂકેલા લોકોને હવે એ વાતની ચિંતા સતાવી રહી છે કે આ વેક્સીન કેટલા મહિના સુધી સાથે આપશે. એટલા માટે ભારતમાં પણ હવે બૂસ્ટર ડોઝ લગાવવાને લઇને ચર્ચા થઇ રહી છે.

શું દેશમાં 'બૂસ્ટર ડોઝ' લગાવવાનો યોગ્ય સમય આવી ગયો છે? જાણો એક્સપર્ટ શું કહે છે

નવી દિલ્હી: કોરોનાના ખતરાથી બચાવનાર વેક્સીનના બંને ડોઝ લગાવી ચૂકેલા લોકોને હવે એ વાતની ચિંતા સતાવી રહી છે કે આ વેક્સીન કેટલા મહિના સુધી સાથે આપશે. એટલા માટે ભારતમાં પણ હવે બૂસ્ટર ડોઝ લગાવવાને લઇને ચર્ચા થઇ રહી છે. શું તમે પણ જાણવા માંગો છો કે તમારે બૂસ્ટર ડોઝ લગાવવો જોઇએ કે નહી? તો આવો સમજીએ બૂસ્ટર ડોઝનો મામલો...

શું બૂસ્ટર ડોઝનો યોગ્ય સમય આવી ગયો છે?
ભારતમાં કોરોના વાયરસના દર્દીઓના આંકડા હાલ દરરોજ 10 થી 14,000 ની વચ્ચે આવી રહ્યા છે. તેનો અર્થ એટલે લોકો અત્યારે પણ દરરોજ કોરોના વાયરસની ચપેટમાં આવી રહ્યા છે. જે લોકો વેક્સીન લગાવી ચૂક્યા છે તેમણે પણ કોરોના વાયરસે પોતાની ચપેટ લીધો. એવામાં સવાલ એ છે કે શું હવે ત્રીજો ડોઝ લગાવવો જોઇએ? શું બૂસ્ટર ડોઝ કોરોના વાયરસને ઓછો કરવામાં સફળ સાબિત થશે?  

'બીજી વેક્સીનનો ડોઝ વધુ કારગર'
AIIMS ના નિર્દેશક રણદીપ ગુલેરિયાના અનુસાર અજો તમે ક્યારેય પણ બૂસ્ટર ડોઝ લગાવ્યો, તો નવી વેક્સીનનો લગાવો. તેનો અર્થ એ છે કે જો તમે કોવિશિલ્ડ (Covishield) ના બંને ડોઝ લીધા હતા તો બૂસ્ટર ડોઝ તરીકે તમારે કોવેક્સીન  (Covaxin) લગાવવી જોઇએ. આ પ્રકારે જો તમારે કોવેક્સીનના બંને ડોઝ લીધા છે તો હવે તમારે કોવિશીલ્ડને બૂસ્ટર ડોઝ તરીકે ઉપયોગ કરવો જોઇએ. 

બૂસ્ટર ડોઝને લઇએન આવશે નવી પોલિસી
તમામ લોકોને બૂસ્ટર ડોઝની જરૂર છે એટલે કે તેના પર આગામી થોડા અઠવાડિયામાં સરકર એક પોલિસી લાવીને નિર્ણય લઇ શકે છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે ક ગંભીર બિમારી સામે ઝઝૂમી રહેલા લોકો, વડીલ લોકો અને નબળી ઇમ્યૂનિટી લોકોને બૂસ્ટર ડોઝ આપવાની સલાહ આપી શકે છે. જોકે કોવેક્સીન રિસર્ચર ડો. સંજય રાયના અનુસાર દરેકે બૂસ્ટર ડોઝ લગાવવાની જરૂર નહી પડે. ખાસકરેની એવા લોકો જેમને એકવાર કોરોના વાયરસ થઇ ચૂક્યો છે. તેમના શરીરમાં વાયરસ સામે લડવા માટે એક નેચરલ તંત્રણ પણ તૈયાર થઇ જાય છે એટલા માટે તેમને વેક્સીનની જરૂર નથી.

અન્ય દેશોએ મુક્યો બૂસ્ટર ડોઝ પર ભાર?
બ્રિટન, અમેરિકા, કેનેડા, ઇઝરાઇલ સહિત દુનિયાના લગભગ 30થી વધુ દેશ બૂસ્ટર ડોઝ લગાવી રહ્યા છે પરંતુ ભારતમાં હજુ પણ 35% વસ્તીને વેક્સીનનો એક પણ ડોઝ લગાવ્યો નથી. દેશમાં ડિસેમ્બર સુધી વેક્સીનેશન કાર્યક્રમ પુરો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારબાદ બાળકોને વેક્સીન લગાવવાની શરૂઆત થઇ શકે છે. બૂસ્ટર ડોઝ લગાવવો કે નહી તે  નિર્ણય દેશ માટે આ વાત પર નિર્ભર કરે છે કે વેક્સીનની ઉપલબ્ધતા તે દેશ પાસે કેટલી છે. સાથે જ વેક્સીન કાર્યક્રમમાં તે દેશ ક્યાં ઉભો છે. આ બંને મામલે ભારતમાં હજુ પણ સારી સ્થિતિમાં નથી, એટલા માટે સરકાર બૂસ્ટર ડોઝને લઇને કોઇ ઉતાવળ કરશે નહી. 

બૂસ્ટર ડોઝને લઇને આવી છે તૈયારીઓ
અત્રે ઉલ્લેખનીય છે ક સ્તૂતનિક લાઇટ (Sputnik Light) જો કે સિંગલ ડોઝ વેક્સીન છે તેને બનાવનાર કંપનીનો દાવો છે આ સારી બૂસ્ટર ડોઝ સાબિત થઇ શકે છે. આ પ્રકારે કોવેક્સીન નિર્માતા ભારત બાયોટેક કંપની નાક દ્વારા આપવામાં આવતી મશીન પર કામ કરી રહી છે. ભારત બાયોટેકના અનુસાર પણ નેજલ વેક્સીન બૂસ્ટર ડોઝ માટે સારો ઓપ્શન છે. પરંતુ જ્યાં સુધી સરકાર નિર્ણય લેતી નથી ત્યાં સુધી તમારે બૂસ્ટર ડોઝ માટે રાહ જોવી પડશે. 

ફાર્મા કંપનીઓની ચાલ છે બૂસ્ટર ડોઝ? 
ઓક્ટોબરના મહિનામાં ધ લેંસેટ જર્નલમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર હાલ બૂસ્ટર ડોઝની જરૂરિયાત નથી. ઘણા વૈજ્ઞાનિક અને ડોક્ટર દબાયેલી જૂબાનમાં એ પણ માને છે કે કોરોના વાયરસની આટલી સારી વેક્સીન આવ્યા પાછળથી આ ફાર્મા લોબીનું દબાણ છે જે બૂસ્ટર ડોઝની વકિલાત કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે દુનિયામાં અત્યારે કોરોના વાયરસની 24થી વેક્સીનનો ઉપયોગ કરવામાં આવી રહી છે. જ્યારે 300થી વધુ વેક્સીન અત્યારે વધુ થઇ રહી છે. એવામાં સ્પષ્ટ છે કે આટલી મોટી સંખ્યામાં વેક્સીન આવતાં કંપનીને ખરીદદારોની જરૂર પડશે. 

હાલ ભારતમાં કોરોનાની ગતિ ખૂબ મંદી પડી શકે છે. એટલા માટે શું ખરેખર બૂસ્ટર ડોઝથી કોઇ ફાયદો થશે આ પ્રશ્નોના જવાબના આધારે જ બૂસ્ટર ડોઝ લગાવવા અથવા ન લગાવવાનો નિર્ણય લેવો જોઇએ. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news