ભારત વિરુદ્ધ ISIના કાવતરાનો ખુલાસો, હિમવર્ષા પહેલા કાશ્મીરમાં કરાવવાના હતા આ કામ

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (ISI) સરહદ પારથી સતત ભારત વિરુદ્ધ કાવતરા રચી રહી છે અને કાશ્મીરમાં મોટા પ્રમાણમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી રહ્યું છે. સૂત્રોના મતે પીઓકે (POK)માં લશ્કર, જૈશ અને અલ બદરના આતંકીઓની વચ્ચે એક બેઠક થઈ છે, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે હિમવર્ષા પહેલા કાશ્મીરમાં વધુને વધુ આતંકવાદીઓને ઘૂસણખોરી કરાવવામાં આવે. 
ભારત વિરુદ્ધ ISIના કાવતરાનો ખુલાસો, હિમવર્ષા પહેલા કાશ્મીરમાં કરાવવાના હતા આ કામ

શ્રીનગર: પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (ISI) સરહદ પારથી સતત ભારત વિરુદ્ધ કાવતરા રચી રહી છે અને કાશ્મીરમાં મોટા પ્રમાણમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી રહ્યું છે. સૂત્રોના મતે પીઓકે (POK)માં લશ્કર, જૈશ અને અલ બદરના આતંકીઓની વચ્ચે એક બેઠક થઈ છે, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે હિમવર્ષા પહેલા કાશ્મીરમાં વધુને વધુ આતંકવાદીઓને ઘૂસણખોરી કરાવવામાં આવે. 

હિમવર્ષા પહેલા ઘૂસણખોરીનું કાવતરું
આઈએસઆઈ (ISI) હિમવરષા પહેલા સરહદ પારથી આતંકીઓને કાશ્મીરમાં મોટા પ્રમાણમાં ઘૂસણખોરી કરાવવાની કોશિશમાં લાગ્યું છે અને LoC સાથે જોડાયેલા રસ્તાઓમાં હિમવર્ષા પહેલા આતંકીઓની ઘૂસણખોરોના કિસ્સાઓ વધી શકે છે. બરફ પડવાના કારણે ઘૂસણખોરીના માર્ગો ઘણા મહિનાઓ સુધી બંધ થઈ જાય છે, એટલા માટે આઈએસઆઈ જલ્દી પ્લાનને અંજામ આપવા માંગે છે.

સેના અને બીએસએફની કડક નજર
ખાનગી રિપોર્ટના મતે એલઓસી  (LoC) સાથે જોડાયેલા લોન્ચ પેડ પર 200થી 250 આતંકીઓ હોવાની જાણકારી મળી રહી છે. ત્યારપછી સેના અને બોર્ડર સિક્યોરિટી ફોર્ટ સિવાય આઈબી (IB) એલર્ટ પર છે અને કડક સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખી રહી છે.

પાક અને તૂર્કી પર લેવામાં આવ્યું મોટું એક્શન: આતંકી ફંડિંગ રોકવા FATFને G-20નું સમર્થન

ગત મહિને 6 આતંકવાદીઓએ કરી હતી ઘાટીમાં ઘૂસવાની કોશિશ
સુરક્ષા એજન્સીઓ સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીના મતે, 6 આતંકીઓના એક ગ્રુપે ગત મહિને જમ્મુના નેશનલ હાઈવે મારફતે ઘાટીમાં ઘૂસવાની કોશિશ કરી હતી. આતંકીઓનું એક ગ્રુપ લાઈન ઓફ કંટ્રોલ (LOC) મારફતે જમ્મુ થઈને ઘાટીમાં ઘૂસવાનું પ્લાનિંગ કર્યું હતું. ત્યારબાદ સેનાના ફાઉન્ટર ઈંફલિટ્રેશન અને કાઉન્ટર ટેરરની એક ટૂકડી આતંકીઓને શોધવા માટે રાજૌરી અને પુંછમાં સર્ચ ઓપરેશનમાં લગાવવામાં આવી હતી. હવે એવું બની શકે કે આતંકી લાઈન ઓફ કંટ્રોલ (LoC)ને પાર કરીને ફરીથી પાક અધિકૃત કાશ્મીર(PoK)માં દાખલ થઈ ગયા હોય.

ડ્રગ્સ કેસ બાદ હવે મન્નતમાં નહીં રહે આર્યન ખાન! શાહરૂખ-ગૌરીએ લીધો મોટો નિર્ણય

ગત મહિને સેનાના 9 જવાન શહીદ થયા હતા
11 ઓક્ટોબરે આતંકીઓનીસાથે સેનાની અથડામણ થઈ હતી, જેમાં પુંછના ડેરાની ગલીમાં 5 જવાન આતંકીઓના હુમલામાં શહીદ થયા હતા. તેના 3 દિવસ પછી મેંઢરમાં 4 જવાન આતંકી હુમલામાં શહીદ થયા હતા. ઉરીમાં ઘૂસણખોરી કરી રહેલા આતંકીઓના એક ગ્રુપને સેનાએ એન્કાઉન્ટમાં ઠાર માર્યા હતા અને ઘૂસણખોરી કરી રહેલા પાકિસ્તાની આતંકીને પકડ્યો હતો, જેમાં આ ખુલાસો થયો હતો કે ઘૂસણખોરી માટે પાકિસ્તાની સેના મદદ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news