ISRO: જાણો કોણ છે એસ સોમનાથ, જેમના નેતૃત્વમાં ચંદ્રયાન-3 રચશે ઈતિહાસ

Isro: ભારતીય અંતરિક્ષ એજન્સી ઈતિહાસ રચવાની નજીક છે. ભારતનું ચંદ્રયાન-3 આવતીકાલે ચંદ્રની સપાટી પર લેન્ડ થઈ શકે છે. ઈસરોના આ પ્રોજેક્ટ પાછળ અનેક લોકો જોડાયેલા છે. પરંતુ આ સમગ્ર મિશનની કમાન  ઈસરો ચીફ સંભાળી રહ્યાં છે. 

ISRO: જાણો કોણ છે એસ સોમનાથ, જેમના નેતૃત્વમાં ચંદ્રયાન-3 રચશે ઈતિહાસ

નવી દિલ્હીઃ Chairman S Somanath: ભારતનું ચંદ્રયાન-3 જલદી ઈતિહાસ રચવાનું છે. તે ભારતની આશાને લઈને ચંદ્રની સપાટી પર ઉતરશે. 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રયાનના ચંદ્રમાની સપાટી પર ઉતરવાની આશા છે. આ વચ્ચે આવો એક એવા વ્યક્તિ વિશે જણાવીએ જે આ મિશનનું નેતૃત્વ કરી રહ્યાં છે. આ વ્યક્તિ કોઈ અન્ય નહીં પરંતુ ઈસરો ચીફ એસ. સોમનાથ છે. ઈસરોનું નેતૃત્વ કરનાર એસ. સોમનાથે ઈસરોના ઘણા અભિયાનોમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. ચંદ્રયાન-3 તેમાંથી એક છે. તે પણ જાણીશું કે તેમણે ચંદ્રયાન-3ને આટલી ઊંચાઈ પર કઈ રીતે પહોંચાડ્યું છે. જો બધુ બરાબર રહ્યું તો ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સુરક્ષિત લેન્ડ કરવાનું છે. 

ત્રણ વર્ષનો કાર્યકાળ
હકીકતમાં ઈસરો ચેરમેન એસ. સોમનાથ ચંદ્રયાન-3ના માસ્ટરમાઇન્ડમાંથી એક છે. સોમનાથે ઈસરોની કમાન 14 જાન્યુઆરી 2022ના સંભાળી હતી. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો છે. પૂર્વ ઈસરો ચીફ કે સિવનનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ તે આ પદ પર તૈનાત થયા છે. ઈસરો ચીફની સાથે તેઓ અંતરિક્ષ વિભાગના સચિવ અને અંતરિક્ષ પંચના અધ્યક્ષ પણ છે. આ તૈનાતી પહેલા તેઓ તિરૂવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રના ડાયરેક્ટર હતા. તેમના કાર્યકાળ સંભાળ્યા બાદથી ચંદ્રયાન-3, આદિત્ય-એલ 1 (સૂર્ય મિશન) અને ગગનયાન જેવા મહત્વપૂર્ણ મિશનોને ગતિ મળી છે. 

મિકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન
રિપોર્ટ પ્રમાણે ઈસરો ચીફ એસ સોમનાથનો જન્મ જુલાઈ 1963ના કેરલના અલાપુઝા જિલ્લામાં થયો હતો. તેમના પિતા શિક્ષક હતા. સાથે તેમણે શરૂઆતી અભ્યાસ કેરલમાં કર્યો. કેરલ વિશ્વવિદ્યાલયમાંથી તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક કર્યુ હતું. સોમનાથે પોસ્ટ ગ્રેજ્યુએશન બેંગલોર સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ  સાયન્સમાંથી કર્યું છે. એસ સોમનાથના પત્ની જીએસટી વિભાગમાં કાર્યરત છે, તેનું નામ વલસાલા છે. બંનેને બે બાળકો છે.

ઈસરોના દરેક મિશન પર બાજ નજર
કહેવામાં આવે છે કે સોમનાથને સ્પેસક્રાફ્ટ લોન્ચ વ્હીકલની ડિઝાઇન, એન્જિનિયરિંગ, સ્ટ્રક્ચરલ ડિઝાઇન, મિકેનિઝમ, પાયરોટેક્નીક અને ઈન્ટીગ્રેશનના મામલામાં માસ્ટરી છે. તે ઈસરોના દરેક મિશન પર નજીકથી નજર રાખે છે. તેમાંથી ચંદ્રયાન-3 પણ સામેલ છે. વર્તમાનમાં તે ઈસરોના અધ્યક્ષના રૂપમાં સંગઠનના મહત્વપૂર્ણ મિશનોના પ્રમુખ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news