ITR Filing Last Date: ITR ભરવાનો આજે છેલ્લો દિવસ, ચૂક્યા તો ભરવો પડશે 5 હજારનો દંડ

ITR Filing Last Date: નાણાકીય વર્ષ 2022-23 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની આજે છેલ્લી તારીખ છે. જો તમે હજુ સુધી તમારું ITR ફાઈલ કર્યું નથી, તો તરત જ કરો, કારણ કે આ પછી તમે દંડ સાથે ITR ફાઈલ કરી શકશો. જો તમે આજે ચૂકી જાઓ છો, તો તમને 5 હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

ITR Filing Last Date: ITR ભરવાનો આજે છેલ્લો દિવસ, ચૂક્યા તો ભરવો પડશે 5 હજારનો દંડ

ITR Filing Last Date: ભારત સરકારના નાણામંત્રાલય દ્વારા આપવામાં આપેલી સુચના અનુસાર આજે ઈનકમ ટેક્સ ફાઈલ કરવાનો આજે છેલ્લો દિવસ છે. જે લોકો આજે ઈનકમ ટેક્સ રિર્ટન ફાઈલ કરવાનું ચુકી જશે તે લોકો પાસેથી વસુલવામાં આવશે તગડો દંડ. નાણાકીય વર્ષ 2022-23 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની આજે છેલ્લી તારીખ છે. જો તમે હજી સુધી તમારું ITR ફાઇલ નથી કર્યું, તો તરત જ બધુ કામ છોડીને પહેલાં તમારું ITR ફાઈલ કરી દેજો. કારણ કે જો તમે આ મોકો ચુકી ગયા તો પછી સરકાર તમારી પાસેથી તગડો દંડ વસુલ કરશે. જો તમે આજે ચૂકી જશો, તો તમે રૂપિયા 5 હજાર સુધીનો દંડ ભરવો પડશે.

છ કરોડથી વધુ આઇટીઆર ફાઇલ કર્યા છે-
ઉલ્લેખનીય છેકે, રવિવાર સાંજ સુધી, છ કરોડથી વધુ ITR ફાઇલ કરવામાં આવ્યા હતા. આ આંકડો ગયા વર્ષે 31મી જુલાઈ સુધી ફાઈલ કરવામાં આવેલા આઈટીઆરના આંકડાને પાર કરી ગયો છે. ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ પગારદાર વર્ગ અને એવા લોકો માટે 31 જુલાઈ છે કે જેમને તેમના ખાતાઓનું ઓડિટ કરાવવાની જરૂર નથી.

રવિવારે 26 લાખથી વધુ ITR ફાઈલ કરવામાં આવ્યા હતા-
આવકવેરા વિભાગે ટ્વિટ કર્યું કે, '30 જુલાઈના રોજ સાંજે 6:30 વાગ્યા સુધી છ કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 26.76 લાખ આઈટીઆર રવિવારે ફાઈલ કરવામાં આવ્યા હતા.' વિભાગે કહ્યું કે ITR ફાઇલ કરવા માટે ફોન, લાઇવ ચેટ અને સોશિયલ મીડિયા દ્વારા કરદાતાઓને સતત મદદ કરવામાં આવી રહી છે.

 

A new milestone!

More than 6 crore ITRs have been filed so far (30th July), out of which about 26.76 lakh ITRs have been filed today till 6.30 pm!

We have witnessed more than 1.30 crore successful logins on the e-filing portal till 6.30 pm, today.

 

બીજી બાજુ, જો તમને ITR ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો આવકવેરા વિભાગે આ માટે હેલ્પલાઇન નંબર પણ જારી કર્યા છે. તમે તમારી ફરિયાદોના ઉકેલ માટે આ નંબરો અને ઈમેલ આઈડી પર સંપર્ક કરી શકો છો.

કરદાતાઓ માટે હેલ્પલાઇન નંબર-
આવકવેરા વિભાગે 31 જુલાઈના રોજ રાત્રે 11.59 વાગ્યા સુધી હેલ્પલાઈન નંબર 1800 103 0025, 1800 419 0025, +91-80-46122000 અને +91-80-61464700 જારી કર્યા છે. ઉપરાંત, કરદાતાઓ તેમના PAN નંબર અને મોબાઇલ નંબર સાથે orm@cpc.incometax.gov.in પર ઇમેઇલ કરી શકે છે. એ જ રીતે, SFT પ્રારંભિક પ્રતિસાદ, AIS TIS, ઈ-અભિયાન અથવા ઈ-વેરિફિકેશન સંબંધિત સમસ્યાઓ માટે, તમે મદદ માટે સંપર્ક નંબર 1800 103 4215 પર કૉલ કરી શકો છો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news