હવે ચૂંટણી નહીં લડે સિદ્ધારમૈયા, એક્ઝિટ પોલને ગણાવ્યું બે દિવસનું મનોરંજન

દલિત મુખ્યપ્રધાન બનાવવાની સંભાવનાના એક સવાલ પર સિદ્ધારમૈયાએ કહ્યું કે, પાર્ટી જો દલિત મુખ્યપ્રધાન પર નિર્ણય કરે તો તે સારૂ છે. 

 

હવે ચૂંટણી નહીં લડે સિદ્ધારમૈયા, એક્ઝિટ પોલને ગણાવ્યું બે દિવસનું મનોરંજન

બેંગલુરૂઃ કર્ણાટકનો ચૂંટણી સંગ્રામ પૂર્ણ થઈ ગયો છે. હવે પરિણામ જાહેર થવાનું છે. તમામ 222 સીટો પર ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થઈ ગયું છે. પરંતુ તમામ પાર્ટીઓ પોતાની જીતના દાવાઓ કરી રહી છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીના એક દિવસ બાદ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું કે દક્ષિણી રાજ્યમાં કોંગ્રેસ સત્તામાં બની રહેશે અને આ તેની અંતિમ ચૂંટણી છે. ચામુંડેશ્વરી વિધાનસભા ક્ષેત્રમાં મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, આ તેમની અંતિમ ચૂંટણી છે, હવે તે ક્યારેય ચૂંટણી લડશે નહીં. 

દલિત મુખ્યપ્રધાન બનવાની સંભાવનાના એક સવાલ પર તેમણે કહ્યું કે, પાર્ટી જો દલિત મુખ્યપ્રધાન પર નિર્ણય કરે તો સારૂ છે. સિદ્ધારમૈયાએ કહ્યું, જો કોઈ દલિતને મુખ્યપ્રધાન પદ આપવાની વાત આવી તો હું તેનાથી અલગ થઈ જઈશે. દલિત માટે સીએમ પદ કુરબાન કરવા માટે તૈયાર છું. 

સિદ્ધારમૈયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે કોંગ્રેસને કર્ણાટકમાં પૂર્ણ બહુમત મળશે અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના નેતૃત્વવાળા જેડીએસ સાથે કોઈપણ પ્રકારની ગઠબંધનની સંભાવનાનો ઈન્કાર કર્યો હતો. 

એક્ઝિટ પોલના પરિણામને નકારતા મુખ્યપ્રધાને ટ્વીટ કર્યું, એક્ઝિટ પોલ બે દિવસ માટે મનોરંજન છે. પોલ ઓફ પોલ્સ પર વિશ્વાસ કરવો તેવો છે જેમ કોઈ વ્યક્તિને તરતા નથી આવડતું અને તે કોઈ આકંડા નિષ્ણાંત પર ભરોષો કરીને ચાલીને નદી પાર કરી લે જેની સરેરાશ 4 ફૂટ ઉંડી છે. કૃપયા ધ્યાન આપો છ જોડ ચાર જોડ બેની એવરેજ ચાર છે. છ ફૂટ પર તમે ડૂબી જશો. અન્ય એક ટ્વીટમાં કહ્યું, તેથી પાર્ટી કાર્યકર્તા, સમર્થક અને શુભ ચિંતક એક્ઝિટ પોલ વિશે ચિંતિત ન થાવ. વિક એન્ડમાં ખુશ રહો, ખુશી મનાવો અને પરત આવી રહ્યાં છીએ. 

Relying on poll of polls is like a person who can’t swim crossing a river on foot relying on a statistician who told him the average depth of the river is 4 feet

Please note average of 6+4+2 is 4. At 6 feet you drown! 1/2

— Siddaramaiah (@siddaramaiah) May 13, 2018

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે 12 મેએ મતદાન થયું હતું અને મંગળવારે પરિણામ જાહેર થશે. ચૂંટણીમાં 70 ટકા મતદાન થયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news