J&Kનાં રાજ્યપાલને યોગ્ય નિર્ણય કરવાનો સંપુર્ણ અધિકાર: કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ

રવિશંકર પ્રસાદે કહ્યું, જમ્મુ કાશ્મીરમાં રાજનીતિક અનિશ્ચિતતાની સંવેદનશીલ સ્થિતી છે, એવામાં સંવૈધાનિક મર્યાદાઓ અને સુરક્ષાની પરિસ્થિતીને જોતા રાજ્યપાલને યોગ્ય નિર્ણય કરવાનો સંપુર્ણ અધિકાર છે

J&Kનાં રાજ્યપાલને યોગ્ય નિર્ણય કરવાનો સંપુર્ણ અધિકાર: કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ

ઇંદોર : જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ભંગ કરવાનાં રાજ્યપાલ સત્યપાલ મલિકનાં નિર્ણય પર રાજકારણ ગરમાયુ હોવાનાં કારણે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ગુરૂવારે કહ્યું કે, સંવૈધાનિક મર્યાદાઓ અને સુરક્ષાની પરિસ્થિતીને ધ્યાને રાખીને રાજ્યપાલને યોગ્ય નિર્ણય કરવા માટેનો સંપુર્ણ અધિકાર છે. 

રવિશંકર પ્રસાદે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં રાજનીતિક અનિશ્ચિતતાની સંવેદશીલ સ્થિતી છે. એવામા સંવૈધાનિક મર્યાદાઓ અને સુરક્ષાની પરિસ્થિતીને જોતા રાજ્યપાલે યોગ્ય નિર્ણય કરવા માટેનો સંપુર્ણ અધિકાર છે. 

હાલ કાયદા મંત્રીએ જમ્મુ કાશ્મીરમાં નવી સરકાર બનાવવા માટે વ્યાપક પ્રમાણમાં ખરીદ વેચાણના મુદ્દે રાજ્યપાલનાં દાવા પર ટીપ્પણી નહોતી કરી. તેમણે કહ્યું કે, આ મુદ્દે તેમણે કોઇ પ્રતિક્રિયા વ્યક્ત કરવી યોગ્ય નહી કહેવાય. 

પીડીપી, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પર સાધ્યું નિશાન
રવિશંકર પ્રસાદે પીડીપી, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં ત્રણેય પાર્ટીઓએ રાતના અંધારામાં એકાએક પોતાનું વલણ બદલી દીધું. આ પાર્ટીઓ સરકાર બનાવવાનાં દાવા સાથે રાતો રાત પોતાનું વલણ બદલ્યું. આ પાર્ટીઓ સરકાર બનાવવાનાં દાવા સાથે રાતો રાત સામાન આવી ગયો. શું કોઇ દળ તેનાથી મોટુ અવસરવાદી હોઇ શકે છે ? 

જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા સંવિધાનના અનુચ્છેદ 370ને હટાવવા મુદ્દે કેન્દ્ર સરકારે હાલનાં વલણ અંગે પુછવામાં આવતા કાયદા મંત્રીએ કહ્યું કે, આ મુદ્દો ભાજપનાં ચૂંટણી ઢંઢેરાનો હિસ્સો રહ્યો છે. જો કે હાલ અમારી સરકાર સંપુર્ણ પ્રયાસો કરી રહી છે કે જમ્મુ કાશ્મીરમાંથી આતંકવાદનો સફાયો કરી દીધો. તેમણે કહ્યું કે, ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરમાં સ્થાનીક આતંકવાદીઓની કમર તોડીદીધી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news