કોંગ્રેસ પર અમિત શાહ કાળઝાળ, કહ્યું- 'સમગ્ર કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ, જીવ આપી દઈશું તેના માટે'

લોકસભામાં આજે ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન બિલ 2019 રજુ કર્યું. આ બિલને રાજ્યસભામાં પાસ કરવામાં સરકારને સફળતા મળી ગઈ છે. ચર્ચાની શરૂઆત કરતા અમિત શાહે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે. તેના પર કાયદો બનાવવાનો સંસદને પૂરેપૂરો હક છે. કોંગ્રેસના રાજમાં કલમ 370માં બેવાર સંશોધન થયું હતું. 

કોંગ્રેસ પર અમિત શાહ કાળઝાળ, કહ્યું- 'સમગ્ર કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ, જીવ આપી દઈશું તેના માટે'

નવી દિલ્હી: લોકસભામાં આજે ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન બિલ 2019 રજુ કર્યું. આ બિલને રાજ્યસભામાં પાસ કરવામાં સરકારને સફળતા મળી ગઈ છે. ચર્ચાની શરૂઆત કરતા અમિત શાહે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે. તેના પર કાયદો બનાવવાનો સંસદને પૂરેપૂરો હક છે. કોંગ્રેસના રાજમાં કલમ 370માં બેવાર સંશોધન થયું હતું. 

જુઓ વીડિયો

આ બધા વચ્ચે કોંગ્રેસ તરફથી જ્યારે પૂછવામાં આવ્યું કે શું તમે જમ્મુ અને કાશ્મીરની વાત કરો છો ત્યારે તેમાં પાક અધિકૃત કાશ્મીર (પીઓકે) પણ સામેલ છે તો તેમણે કહ્યું કે તેઓ જ્યારે જ્યારે જમ્મુ અને કાશ્મીરની વાત કરે છે ત્યારે તેમાં આપોઆપ પીઓકે અને અક્સાઈ ચીન પણ તેમા સામેલ હોય છે. અમિત શાહે પલટવાર કરતા કોંગ્રેસને પૂછ્યું કે શું તેઓ પીઓકે ને ભારતનો ભાગ નથી માનતી? અમે તો તેના માટે જીવ પણ આપી દઈશું. હકીકતમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે શું તમે પીઓકે અંગે પણ વિચારી રહ્યાં છો ત્યારે અમિત શાહે આ જવાબ આપ્યો હતો. 

જુઓ LIVE TV

અધીર રંજન ચૌધરીએ એમ પણ કહ્યું કે તમે રાતોરાત એક રાજ્યના બે ભાગ કરી દીધા. તમે કાશ્મીરને આંતરિક બાબત ગણો છો. પરંતુ એક વડાપ્રધાને પાકિસ્તાન સાથે આ મામલે શિમલા કરાર કર્યો જ્યારે બીજા વડાપ્રધાને લાહોર કરાર કર્યો. તમે કેવી રીતે કહો કે તે ભારતનો આંતરિક મામલો છે? તમે જમ્મુ અને કાશ્મીરને કેદખાનુ બનાવી દીધુ. પૂર્વ મુખ્યમંત્રીઓને નજરકેદ કર્યાં. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news