JK: ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા 5 આતંકીઓને ઠાર કરાયા, સર્ચ ઓપરેશન ચાલુ
ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા આતંકવાદીઓનો સુરક્ષાદળોએ ખાતમો બોલાવ્યો.
Trending Photos
શ્રીનગર: ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા આતંકવાદીઓનો સુરક્ષાદળોએ ખાતમો બોલાવ્યો. પાંચ જેટલા આતંકવાદીઓ તંગધાર સેક્ટરમાં ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. હાલ સેનાનું સર્ચ ઓપરેશન જારી છે. અત્રે જણાવવાનું કે ભારત સરકાર દ્વારા રમજાનના પવિત્ર મહિનામાં કાશ્મીરમાં શસ્ત્રવિરામના ફેસલાના કારણે આતંકી ગતિવિધિઓમાં એકદમ વધારો થયો છે. જો કે દર વખતની જેમ સુરક્ષાદળોએ આ નાપાક કોશિશોનો બહાદૂરીથી જવાબ આપ્યો છે. એક પણ કોશિશ સફળ થવા દીધી નથી.
શુક્રવારે પણ સેનાએ રામબન જિલ્લામાં આતંકવાદીઓા ઠેકાણાઓને તબાહ કરી નાખ્યા હતાં. મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યાં હતાં. અહીંથી સેનાએ એકે-47 રાઈફ, એક .303 રાઈફલ, .36 એમએમની એક પિસ્તોલ, એક ગ્રેનેડ લોન્ચર, એકે-47 રાઈફલની એક મેગેઝીન, .303 રાઈફલની એક મેગેઝીન અને 6 રાઉન્ડ કારતૂસ મેળવ્યાં હતાં.
#UPDATE Another terrorist killed by security forces in Tangdhar sector of #JammuAndKashmir. Total five terrorists have been killed after security forces foiled an infiltration attempt today. Operation underway
— ANI (@ANI) May 26, 2018
નોંધનીય છે કે સેના પ્રમુખે એક દિવસ પહેલા જ આતંકીઓને ચેતવણીભર્યા સ્વરમાં કહ્યું હતું કે જો તેઓ ઘૂસણખોરીની કોશિશ કરશે તો તેમણે અંજામ ભોગવવો પડશે. તેમણે શુક્રવારે એક નિવેદનમાં કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં સેના દ્વારા રોકવામાં આવેલા અભિયાનનો સમયગાળો વધારાઈ શકે છે. પરંતુ આતંકવાદીઓની કોઈ પણ હરકત પર તેના પર તરત ફેર વિચારણા કરાશે. તેમણે એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન જો શાંતિ ઈચ્છતું હોય તો તેણે રાજ્યમાં આતંકીઓને મોકલવાનું બંધ કરવું જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે