Rajya Sabha Election 2022: જયંત ચૌધરી સપા અને RLD ના રાજ્યસભા ચૂંટણી માટેના સંયુક્ત ઉમેદવાર

જયંત ચૌધરી આરએલડી અને સપાના જોઈન્ટ ઉમેદવાર હશે. શરૂઆતમાં એવી પણ અટકળો હતી કે સપા તરફથી ડિમ્પલ યાદવ રાજ્યસભામાં જઈ શકે છે. પરંતુ હવે આ અટકળો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. 

Rajya Sabha Election 2022: જયંત ચૌધરી સપા અને RLD ના રાજ્યસભા ચૂંટણી માટેના સંયુક્ત ઉમેદવાર

નવી દિલ્હી: ગઈ કાલે કપિલ સિબલે રાજ્યસભા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટીના સમર્થનથી ઉમેદવારી નોંધાઈ અને આજે રાષ્ટ્રીય લોકદળ (RLD)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત ચૌધરીને સપાએ સમર્થન આપ્યું છે. એટલે કે જયંત ચૌધરી આરએલડી અને સપાના જોઈન્ટ ઉમેદવાર હશે. શરૂઆતમાં એવી પણ અટકળો હતી કે સપા તરફથી ડિમ્પલ યાદવ રાજ્યસભામાં જઈ શકે છે. પરંતુ હવે આ અટકળો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. 

સમાજવાદી પાર્ટીના અધિકૃત ટ્વિટર હેન્ડલથી આ જાહેરાત કરવામાં આવી છે. જણાવાયું છે કે જયંત ચૌધરી સમાજવાદી પાર્ટી તથા રાષ્ટ્રીય લોકદળ તરફથી રાજ્યસભા માટે જોઈન્ટ ઉમેદવાર હશે. અગાઉ ડિમ્પલ યાદવની ચર્ચા હતી. પરંતુ કપિલ સિબલ અપક્ષ ઉમેદવાર બન્યા બાદ આરએલડીમાં ગૂસપૂસ થઈ ગઈ હતી કે જયંત ચૌધરીને એકવાર ફરીથી દગો મળ્યો છે. ડિમ્પલ યાદવ ગુરુવારે ઉમેદવારી નોંધાવે એવી વાતો પણ વહેતી થઈ હતી. આ બધા વચ્ચે સમાજવાદી પાર્ટીએ મોટો નિર્ણય લીધો અને અટકળો પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયું. સ્પષ્ટ થઈ ગયું કે ડિમ્પલ યાદવ રાજ્યસભા જશે નહીં. 

— Samajwadi Party (@samajwadiparty) May 26, 2022

સપાની 3 બેઠક નક્કી, ચોથી બેઠક માટે કાંટાની ટક્કર
યુપી વિધાનસભામાં કુલ 403 બેઠકો છે. જેમાંથી બે સીટ ખાલી છે. હાલ 401 ધારાસભ્યો હોવાથી એક સીટ માટે 36 એમએલએ વોટ જોઈએ. ભાજપ ગઠબંધન પાસે 273 એમએલએ છે આથી તેમને 7 બેઠકો જીતવા માટે મુશ્કેલી નહીં પડે. સપાના 125 સભ્યો છે. એટલે 3 સીટ માટે મુશ્કેલી નહીં પડે. પરંતુ 11મી બેઠક માટે ભાજપ અને સપા વચ્ચે ઘમાસાણ મચશે. હાલ રાજ્યસભામાં સપાના 5 સભ્ય છે. જેમાં કુંવર રેવતી રમન સિંહ, વિશંભર પ્રસાદ નિષાદ અને ચૌધરી સુખરામ સિંહ યાદવનો કાર્યકાળ 4 જુલાઈએ પૂરો થાય છે. ઉપલા ગૃહની 11  બેઠકો માટે 24મી મેથી નામાંકન પ્રક્રિયા શરૂ થઈ છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news