કાશ્મીરમાં સુરક્ષા દળોનો આતંકવાદીઓને જીવતા પકડવાનો નવો નારો
લશ્કર એ તોયબાનાં મોટા ભાગના ટોપ કમાન્ડરને ઠાર કર્યા બાદ હવે લશ્કર શાંતિપુર્વક યુવાનો સાથે વર્તશે
Trending Photos
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદનાં મુદ્દે સુરક્ષા દળોનીરણનીતિમાં આગામી દિવસોમાં મોટુ પરિવર્તન જોવા મળશે. ગત્ત સાત મહિનામાં 70 કરતા વધારે આતંકવાદીઓને ઘર્ષણમાં ઠાર કર્યા બાદ સુરક્ષદળોનો નવો નારો છે "તેમને જીવતા પકડો". સુરક્ષાદોની રણનીતિમાં આ પરિવર્તનનો ઉદ્દેશ્ય આતંકવાદ સંગઠનોમાં નવા જોડાતા યુવાનો પર કેન્દ્રીત કરવું અને તેમને પોતાનાં પરિવાર પાસે પાછા મોકલવાનો અને તેમને પ્રેરિત કરવાનો છે.
વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે, સુરક્ષા એજન્સીઓએ આ રણનીતિનો ઉદ્દેશ્ય આતંકવાદીઓ માટે જમીન પર કામ કરનારા નેટવર્કને ધ્વસ્ત કરવાનું છે. જેનાં યુવાનોને કટ્ટર બનાવીને જેહાદમાં ધકેલવામાં મહત્વપુર્ણ ભુમિકા હોય છે. આતંકવાદ વિરોધી અભિયાનમાં રહેલા એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, અમારો ઉદ્દેશ્ય તેમને જીવતા પકડવાનો છે અને તેમની ફરિયાદો સમજવાનો છે. આખરે 15-16 વર્ષનાં કિશોર એટલી હદ સુધી બ્રેનવોશ કરવામાં આવે છે કે તે દેશની જ સેનામાં સામે લડીને મરવા માંગે છે.
અધિકારીઓએ કહ્યું કે, કેન્દ્ર દ્વારા સુરક્ષા દળોને રમજાન દરમિયાન આતંકવાદ વિરુદ્ધ અભિયાન ચાલુ નહી કરવા માટે જણાવ્યું છે. જો કે તે પહેલા સદ્દામ પોદ્દાર, ઇસા ફઝલ અને સમીર ટાઇગર જેવા ક્ટર આતંકવાદીઓને ઘર્ષણમાં ઠાર કરવાની જરૂર હતી કારણ કે પાકિસ્તાન આતંકવાદ વિરોધી સંગઠનો જેવા કે લશ્કર એ તોયબા, જૈશ એ મોહમ્મદ અને હિજબુલ મુજાહિદ્દીનમાં યુવાનોનો સમાવેશ કરવા પાછળ તેમનું જ મગજ કામ કરી રહ્યું હતું. ટોપનાં આતંકવાદી કમાન્ડરને ઠાર કરવામાં આવ્યા બાદ હવે રણનીતિમાં ફેરફાર કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે