કઠુઆ રેપ કાંડના એક્ટિવિસ્ટ પર JNUની વિદ્યાર્થીએ લગાવ્યો દુષ્કર્મનો આરોપ, વકીલ ઇન્દિરાએ છોડ્યો કેસ

પીડિતાએ લખ્યું, તે રાતે હું કમજોર ન હતી, મે ઘણો વિરોધ પણ કર્યો, પરંતુ અંતમાં હું હારી ગઇ હતી. મને ઘણી પીડા થઇ રહી હતી.

કઠુઆ રેપ કાંડના એક્ટિવિસ્ટ પર JNUની વિદ્યાર્થીએ લગાવ્યો દુષ્કર્મનો આરોપ, વકીલ ઇન્દિરાએ છોડ્યો કેસ

નવી દિલ્હી: મીટૂ મૂવમેન્ટમાં વધુ એક કેસ સામે આવ્યો છે. કઠુઆ રેપ કાંડના એક્ટિવિસ્ટે આ મૂવમેન્ટની શરૂ કરનાર છે. જેઅનયૂની એક છાત્રાએ સોશિયલ મીડિયા દ્વારા તેના પર રેપ કેસનો આરોપ લગાવ્યો છે. આ મામલમાં પીડિતાએ તેની ઓળખ સ્પષ્ટ કરી નથી, અને તેણે રેપ કરનારનું નામ પણ સ્પષ્ટ રીતે જણાવ્યું નથી. પરંતુ વિવાદ થવા પર એતો સ્પષ્ટ થઇ ગયું છે કે આરોપ જમ્મૂ એન્ડ કાશ્મીરના તાલિબ હુસેન પર લાગી રહ્યા છે. ફસ્ટપોસ્ટના જણાવ્યા અનુસાર, પીડિતાએ લખ્યું હતું કે તે શખ્સે પહેલા તેનો રેપ કર્યો અને પછી તેની સાથે નિકાહ કરવા માટે કહ્યું હતું. તાલિબ હુસૈનનું નામ ત્યારે ચર્ચાઓમાં આવ્યું જ્યારે તેઓ કઠુઆ રેપ કાંડના આરોપીઓને સજા અપાવવા માટે આંદોલન કરી રહ્યા હતા.

પીડિતાએ લખ્યું છે કે, જ્યારે તે રેપ કરી રહ્યો હતો, ત્યારે મે ઘણો વિરોધ કર્યો. ત્યારે તેણે કહ્યું કે, તુ ઘણી નાજુક છે. પીડિતાએ લખ્યું, તે રાતે હું કમજોર ન હતી, મે ઘણો વિરોધ પણ કર્યો, પરંતુ અંતમાં હું હારી ગઇ હતી. મને ઘણી પીડા થઇ રહી હતી. તે સમયે તેણે મને ચિડાવા કહ્યું કે, તું ઘણી નાજુક છે. રેપ કર્યા બાદ તેણે મને નિકાહની પણ વાત કરી હતી.

— indira jaising (@IJaising) October 20, 2018

પીડિતાએ રપ કરનાર શખ્સનું નામ જાહેર કર્યું ન હતું. પરંતુ આ સમાચારોના સામે આવવાથી જાણીતા વકીલ ઇન્દિરા જયસિંહે કહ્યું કે, પીડિતાના સમાચાર જાણી એ તો નક્કી છે કે આ વાત તાલિબ હુસૈનની કરી રહી છે. હવે કોર્ટમાં તેમનો સાથ નહી આપું. તેમનું કહેવું છે કે મે ક્યારે પણ ઘરેલૂં હિસાના મામલે તેમનો કેસ લડ્યો નથી. કસ્ટડીમાં તેમના પર થયેલા અત્યાચાકની સામે હું તેમનો પક્ષ મુકી રહી હતી. પંરતુ હવે હું તેમનો પક્ષ મુકીશ નહીં. આ નિર્ણય મે મીટૂ મૂવમેન્ટના સમર્થનના કારણે લીધો છે. ત્યારે કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ મહિલા આયોગને આ પ્રકારની બધા મામલામાં આવતી ફરિયાદોની સામે એક્શન લેવા માટે કહ્યું છે.

શું લખ્યું છે પીડિતાએ
કઠુઆ રેપ કાંડની સામે જ્યારે દેશમાં રોષ ફેલાયો હતો, તે સમયે આ જમ્મૂ કશ્મીરના એક્ટિવિસ્ટનું નામ સૌથી આગળ આવ્યું હતું. તેણે આ રેપ કાંડના આરોપીઓ સામે મૂવમેન્ટ શરૂ કરી હતી. તે દરમિયાન તેને દેશની તમામ મોટી યૂનિવર્સિટીમાં લેક્ચર આપવા માટે બોલવવામાં આવ્યો હતો. જેમાં જેએનયૂ, અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટી પણ શામેલ છે. તેને જેએનયૂમાં 27 માર્ચે બોલાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેણે જેએનયૂના સ્ટૂડેન્ટ્સ સાથે મિત્રતા બનાવી હતી. એપ્રિલમાં તે ફરીથી જેએનયૂમાં આવ્યો હતો. હું તે લોકોમાં શામેલ હતી. જે લોકોને તેણે બોલાવ્યા હતા. તે સમયે તેણે મારી સામે નિકાહનો પ્રસ્તાવ મુક્યો હતો, પરંતુ હું તેને ટાળતી રહી હતી. તે મને તે પછી પણ ફોન કરતો રહેતો હતો. તે મને મોડી રાત્રે ફોન કરતો હતો. જ્યારે હું તેની સાથે સાધારણ વાત કરતી તો તે મારી સાથે અંતરંગ વાતો કરવાનો પ્રયત્ન કરતો હતો.

27 એપ્રિલે તેણે મને ઘણા બધા ફોન કર્યા હતા. હું જેએનયૂના નોર્થ ગેટ બહાર મળી. તે ત્યાં એક કાલ લઇને ઉભો હતો. તેણે મને બાટલા હાઉસ વિસ્તારમાં સાથે આવવા કહ્યું હતું. ત્યાં હું જવા માંગતી ન હતી, પરંતુ તો પણ હું તેની સાથે ગઇ હતી. ત્યાં તે મને એક ફ્લેટમાં લઇ ગયો હતો. ત્યાં તેણે મારી સાથે રેપ કર્યો હતો. ત્યાર પછી પણ તેણે મને નિકાહ કરવા માટે કહ્યું હતું. તે રાત્રે મને અસહય પીડા થઇ રહી હતી. મારા ગાયનોકોલિજિસ્ટે મને  જણાવ્યું કે અંદરના ભાગમાં ઇજા થઇ છે. તેણે માત્ર મારી સાથે જ નહીં પરંતુ તેની એક સંબંધીની સાથે પણ રેપ કર્યો હતો. તેને માત્ર બે મહિનામાં જ જામીન મળી ગયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news