છેલ્લી ઈચ્છા અધૂરી રહી... ભવ્ય રામ મંદિરના દર્શન કર્યા બાદ દુનિયામાંથી વિદાય લેવા ઈચ્છતા હતા કલ્યાણ સિંહ

બે વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહેલા કલ્યાણ સિંહ લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા. પોતાના જીવનકાળમાં તેઓ હંમેશા ઈચ્છતા હતા કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય. તેમણે અનેક મંચ પર કહ્યું હતું કે રામ મંદિરના સ્થાન પર વિવાદિત માળખુ બન્યું હતું. 

છેલ્લી ઈચ્છા અધૂરી રહી... ભવ્ય રામ મંદિરના દર્શન કર્યા બાદ દુનિયામાંથી વિદાય લેવા ઈચ્છતા હતા કલ્યાણ સિંહ

લખનઉઃ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહનું લાંબી બીમારી બાદ શનિવારે રાત્રે નિધન થયુ છે. લાંબા સમયથી બીમાર કલ્યાણ સિંહ લખનઉના સંજય ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (PGI) માં દાખલ હતા. 1992માં વિવાદિત માળખુ વિધ્વંસ કાંડ સમયે તેઓ યૂપીના મુખ્યમંત્રી હતા અને તે નેતાઓમાંથી એક હતા જેને રામ મંદિર નિર્માણ માટે સૌથી મજબૂત અવાજોમાંથી એક માનવામાં આવતા હતા.

2020માં રામ મંદિરના નિર્માણ માટે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદો આવ્યા બાદ કલ્યાણ સિંહે તેના પર ખુશી જાહેર કરી હતી. 88 વર્ષની ઉંમરમાં કલ્યાણ સિંહે કહ્યુ હતુ કે તેમની ઈચ્છા છે કે તે અયોધ્યામાં બનવા જઈ રહેલા ભગવાન રામના મંદિરમાં દર્શન કરી પોતાના પ્રાણ ત્યાગે. પરંતુ તેમની આ ઈચ્છા પૂરી થઈ શકી નહીં. ભગવાન રામના મંદિર બનાવવાને લઈને કલ્યાણ સિંહે કહ્યુ કે તે લોકોને સમર્પિત છે, જેના સંઘર્ષના બળ પર રામ મંદિરનું આંદોલન આજે આ મુકામ પર પહોંચ્યું છે. કલ્યાણ સિંહે ઉત્સાહમાં તે પણ કહ્યું હતું કે તે રામ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમના એક દિવસ પહેલા અયોધ્યા પહોંચી જશે. 

જ્યારે વિવાદિત માળખાના વિધ્વંસ બાદ છોડ્યુ હતું પદ
કલ્યાણ સિંહ 1991માં યૂપીના મુખ્યમંત્રી બન્યા હતા, ત્યારબાદ 6 ડિસેમ્બર 1992ના અયોધ્યામાં વિવાદિત માળખુ પાડી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન કાયદો વ્યવસ્થાની જવાબદારી લેતા કલ્યાણ સિંહે કહ્યુ હતુ કે, ગમે તે થઈ જાય, તે કારસેવકો પર ગોળી ચલાવવાનો આદેશ આપશે નહીં. આ વાત તેમણે એક એવી પૃષ્ટભૂમિ પર કહી હતી, જેમાં એકવાર કારસેવકો પર ફાયરિંગ થઈ ચુક્યુ હતું અને પ્રદેશમાં તે સમયે મુલાયમ સિંહ યાદવની સરકાર હતી. 1992માં વિવાદિત માળખુ પાડી દેવાયા બાદ કલ્યાણ સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતું.

અનેક મંચો પર કરી હતી રામ મંદિરની વકાલત
કલ્યાણ સિંહ પોતાના જીવનકાળમાં રામ મંદિરનો અવાજ બનીને રહ્યા. પછાત જાતિમાંથી આવતા કલ્યાણ સિંહને યૂપીના મોટા હિંદુવાદી નેતાઓમાં ગણવામાં આવે છે. તેઓ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના સૌથી નજીકના વ્યક્તિ હતા. બે વખત યૂપીના મુખ્યમંત્રી બનનાર કલ્યાણ સિંહ લાંબા સમય સુધી જાહેર જીવનમાં રહ્યા. તેઓ અનેક મંચો પરથી કહેતા હતા કે અયોધ્યામાં રામ મંદિરના સ્થાન પર વિવાદિત માળખુ બન્યું હતું. બાદમાં તેમના દાવા પર સુપ્રીમ કોર્ટની મહોર લાગી, પરંતુ કલ્યાણ સિંહે ભવ્ય રામ મંદિરના નિર્માણનું કામ પૂરુ થતા પહેલા આ દુનિયાને અલવિદા કહી દીધુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news