કર્ણાટક સત્તાનો જંગ : આવતી કાલે બહુમત પુરવાર કરવા સુપ્રીમનો આદેશ, યેદિયુરપ્પા અને ભાજપની થશે કસોટી
સુપ્રીમ કોર્ટમાં અડધી રાત સુધી ચાલેલી સુનાવણીમાં કોંગ્રેસ અને જેડીએસએ ભાજપના યેદિયુરપ્પાના શપથ ગ્રહણ સમારોહને રોકવાની માંગ કરી હતી જોકે કોર્ટે એ માંગ રદ કરી વધુ સુનાવણી શુક્રવાર પર રાખી હતી.
Trending Photos
નવી દિલ્હી : ભાજપના બી એસ યેદિયુરપ્પાના કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ લેવાના મામલે સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સવારે સાડા દસ વાગે સુનાવણી શરૂ થઇ છે. આ દરમિયાન ભાજપ તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ યેદિયુરપ્પાની ચિઠ્ઠી સુપ્રીમ કોર્ટને આપી હતી અને કહ્યું હતું કે, ભાજપ પાસે બહુમત છે. જોકે કોર્ટે શનિવારે સાંજે ચાર વાગ્યા સુધી બહુમત પુરવાર કરવા કહેતાં રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
સુનાવણી દરમિયાન જસ્ટિસ એ કે સીકરીએ રોહતગીને કહ્યું કે, ભાજપે માત્ર બહુમતની જ વાત કરી છે જ્યારે કોંગ્રેસ જેડીએસએ તો પૂર્ણ બહુમતની ચિઠ્ઠી આપી છે. તેમણે પુછ્યું કે, રાજ્યપાલે કયા આધારે ભાજપને સરકાર માટે આમંત્રણ આપ્યું હતું. વધુમાં કોર્ટે ભાજપ પાસે પુરતું સંખ્યા બળ છે તો આ સંજોગોમાં આગામી આવતી કાલ સુધી બહુમત પુરવાર કહેવા કહેતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. શનિવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં બહુમત સાબિત કરવાનો રહેશે.
આ પહેલા સર્વોચ્ચ ન્યાયાલયે ગુરૂવારે વહેલી સવારે બી એસ યેદિયુરપ્પાના કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા મામલે રોક લગાવી ન હતી. મુખ્ય અદાલતે અડધી રાતે કલાકો સુધી ચાલેલી સુનાવણીમાં કોંગ્રેસ અને જનતા દલ સેક્યુલર જેડીએસના યેદિયુરપ્પાના શપથ ગ્રહણ પર રોક લગાવવાની અરજીને ધ્યાને રાખતાં શપથ ગ્રહણ પર રોક લગાવવાનો ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે રાજ્યપાલે પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે