કઠુઆ ગેંગરેપ : માસુમના પિતાનું દર્દ વાંચીને છલકાઈ જશે તમારી આંખો

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં બકરવાલ સમુદાયની આઠ વર્ષની બાળકી સાથે ગેંગરેપ અને પછી નિર્મમ હત્યા 

કઠુઆ ગેંગરેપ : માસુમના પિતાનું દર્દ વાંચીને છલકાઈ જશે તમારી આંખો

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના કઠુઆમાં બકરવાલ સમુદાયની આઠ વર્ષની બાળકી સાથે ગેંગરેપ અને તેની નિર્મમ હત્યા પછી હવે એના પિતાનું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન ભોગ બનનાર માસુમના પિતાનું દર્દ છલકાઈ ગયું. તેમણે કહ્યું કે તેઓ રોજ પોતાની દિકરીને યાદ કરે છે. તેમણે આરોપીઓ માટે ફાંસીની સજાની માગણી કરી છે. 9 માર્ચે આ મામલામાં કોર્ટમાં 15 પાનાની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી જેના પછી જાન્યુઆરી મહિનામાં બનેલી આ ઘટના બધાની સામે આવી હતી. 

આ મામલામાં પોતાની આઠ વર્ષની દીકરીને ગુમાવનાર પિતા પોતાનું દુ:ખ વ્યક્ત કરતા કહે છે કે હું રોજ મારી દીકરીને યાદ કરું છું.  જેણે તેની હત્યા કરી છે એને ફાંસીએ ચડાવી દેવા જોઈએ.

— ANI (@ANI) April 13, 2018

શું છે મામલો?
10 જાન્યુઆરીએ કઠુઆ બકરવાલ સમુદાયનાદ એક પરિવારની આઠ વર્ષની બાળકી એકાએક ગાયબ થઈ ગઈ હતી. આ વાતની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી હતી. ચાર્જશીટ પ્રમાણે આરોપીઓએ ઘોડો ગોતવામાં મદદ કરવાના બહાને છોકરીનું અપહરણ કરી લીધું હતું. આ બાળકીને મંદિરમાં બાંધીને રાખવામાં આવી હતી. તેને બેહોશ કરવા માટે નશાની દવા આપવામાં આવી હતી. 17 જાન્યુઆરીના દિવસે જંગલમાં આ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. મેડિકલ તપાસમાં આ બાળકી પર ગેંગરેપ થયો હોવાની પુષ્ટિ થઈ હતી. આ બાળકીના અપહરણ અને દુષ્કર્મ મામલામાં મુખ્ય આરોપી સાંજી રામ સહિત આઠ લોકોને આરોપી બનાવી તેમની ધરપકડ કરવામાં આવી હતી. 

કારણ હતું સાવ નાનું
ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે બકરવાલ સમુદાયની બાળકીના અપહરણ, બળાત્કાર તેમજ હત્યા એ લઘુમતિ સમુદાયને હટાવવાનું એક સમજીવિચારીને કરેલું કાવતરું હતું. આમાં કઠુઆના આઠ વ્યક્તિઓની આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી છે જેમાં સાંઝી રામ મુખ્ય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news