પુલવામા હુમલાની ત્રીજી વરસીએ આ CM એ ભારતીય સેનાના શૌર્ય પર ઉઠાવ્યો સવાલ, જુઓ Video 

રાહુલ ગાંધી પર ભાજપના નેતાઓની નિવેદનબાજ વચ્ચે ટીઆરએસ નેતા અને તેલંગણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખ રાવ ખુલીને રાહુલ ગાંધીના સપોર્ટમાં આવ્યા છે.

પુલવામા હુમલાની ત્રીજી વરસીએ આ CM એ ભારતીય સેનાના શૌર્ય પર ઉઠાવ્યો સવાલ, જુઓ Video 

હૈદરાબાદ: રાહુલ ગાંધી પર ભાજપના નેતાઓની નિવેદનબાજ વચ્ચે ટીઆરએસ નેતા અને તેલંગણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખ રાવ ખુલીને રાહુલ ગાંધીના સપોર્ટમાં આવ્યા છે. હાલમાં જ અસમના સીએમ હિમંતા બિસ્વા સરમાએ રાહુલ ગાંધી પર ટિપ્પણી કરી હતી જેના વિરુદ્ધમાં ટીઆરએસ નેતા કે.ચંદ્રશેખર રાવે ખુલીને નિવેદન આપ્યું છે. 

મને પણ સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા આપો
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બાદ તેલંગણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે ભારતીય સેનાના શૌર્ય પર સવાલ ઉઠાવ્યો છે. પોતાની પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાના સવાલ પર તેમણે કહ્યું કે રાહુલ ગાંધી શું, મને પણ સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા જોઈએ છે. 

જુઓ વીડિયો...

— ANI (@ANI) February 14, 2022

પુલવામા હુમલા બાદ પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરનારી ભારતીય સેનાના શૌર્યના ચર્ચા ભલે સમગ્ર દેશ અને દુનિયામાં થાય પરંતુ તેના પર રાજકીય રોટલા શેકવાનું હજું બંધ થયું નથી. ભાજપે કેસીઆરના આ નિવેદનને બેજવાબદાર ગણાવ્યું છે. 

ભાજપનો પલટવાર
ભાજપે કેસીઆરના નિવેદનના સાવ બેજવાબદાર ગણાવતા કહ્યું કે આ સ્ટેટમેન્ટ પુલવામા સહિત દેશના તમામ શહિદોની શહાદતનું અપમાન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news