Lakhimpur Violence Case: લખીમપુર ખીરી હિંસા કેસમાં કેન્દ્રીય મંત્રીના પુત્ર આશિષ મિશ્રા સહિત 14 સામે આરોપ ઘડવામાં આવ્યા

Lakhimpur Violence Case: લખીમપુર ખીરીમાં પાછલા વર્ષે 3 ઓક્ટોબરે હિંસા થઈ હતી. તેમાં 4 કિસાનો સહિત કુલ 8 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં આશીષ મિશ્રાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો. 
 

Lakhimpur Violence Case: લખીમપુર ખીરી હિંસા કેસમાં કેન્દ્રીય મંત્રીના પુત્ર આશિષ મિશ્રા સહિત 14 સામે આરોપ ઘડવામાં આવ્યા

નવી દિલ્હીઃ Lakhimpur Violence Case: લખીમપુર ખીરીના તિકોનિયામાં થયેલી હિંસા કેસમાં મંગળવાર (6 ડિસેમ્બર) ના રોજ આશીષ મિશ્રા સહિત 14 આરોપીઓ વિરુદ્ધ આરોપ ઘડવામાં આવ્યા છે. આશીષ મિશ્રા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીનો પુત્ર છે. જિલ્લા વહીવટી વકીલ અરવિંદ ત્રિપાઠીએ પીટીઆઈ-ભાષાને જણાવ્યું કે એડિશનલ જિલ્લા ન્યાયાધીશ સુનીલ કુમાર વર્માની અદાલતમાં તિકોનિયા કાંડ કેસમાં આશીષ મિશ્રા સહિત 14 આરોપીઓ વિરુદ્ધ આરોપ નક્કી કરવામાં આવ્યા છે. 

ત્રિપાઠીએ જણાવ્યું કે જે આરોપીઓ પર આરોપ નક્કી થયા તેમાં આશીષ મિશ્રાની સાથે-સાથે અંકિત દાસ, નંદન સિંહ બિષ્ટ, લતીફ કાલે, સત્યમ ઉર્ફે સત્ય પ્રકાશ ત્રિપાઠી, શેખર ભારતી, સુમિત જાયસવાલ, આશીષ પાંડે, લવકુશ રાણા, શિશુપાલ ઉલ્લાસ કુમાર ઉર્ફે મોહિત ત્રિવેદી, રિંકૂ રાણા, વીરેન્દ્ર શુક્લા અને ધર્મેન્ટ્ર બંજારા સામેલ છે. 

— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 6, 2022

આરોપીઓ પર લાગી આ કલમ
તેમણે જણાવ્યું કે વીરેન્દ્ર શુક્લા પર ઈન્ડિયન પીનલ કોડનીી કલમ 201 હેઠળ આરોપ નક્કી કરવામાં આવ્યા છે. બાકી આરોપીઓ પર આઈપીસીની કલમ 147, 148, 149, 302, 307, 326, 427 અને 120 (ખ) અને મોટર વાહન અધિનિયમની કલમ 177 હેઠળ આરોપ નક્કી કરવામાં આવ્યા છે. ત્રિપાઠીએ જણાવ્યું કે આ સિવાય આશીષ મિશ્રા, અંકિત દાસ, નંદન સિંહ બિષ્ટ, સત્ય પ્રકાશ ત્રિપાઠી, લતીફ કાલે અને સુમિત જાયસવાલ વિરુદ્ધ શસ્ત્ર અધિનિયમ હેઠળ પણ આરોપ નક્કી કરવામાં આવ્યા છે. 

કિસાનોના આંદોલન દરમિયાન થઈ હતી હિંસા
તેમણે જણાવ્યું કે, કોર્ટો ફરિયાદી પક્ષને આગામી 16 ડિસેમ્બરે કોર્ટમાં પૂરાવા રજૂ કરવાનું કહ્યું છે. ઉલ્લેખનીય છે કે ત્રણ ઓક્ટોબર 2021ના નિધાસન ક્ષેત્રના તિકોનિયા ગામમાં કિસાનોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં ચાર કિસાનો સહિત કુલ 8 લોકોના મોત થયા હતા. આ મામલામાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશીષ મિશ્રાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news