પાક. સ્વાર્થ સાધવા કાશ્મીરીઓનો ઉપયોગ કરે છે: LeT આતંકવાદી

કાશ્મીરમાં સેનાનું કામ ખુબ જ સરાહનીય, તેઓ યુવાનોને સારૂ જીવન જીવે તે માટે પ્રયાસો કરી રહ્યા છે

પાક. સ્વાર્થ સાધવા કાશ્મીરીઓનો ઉપયોગ કરે છે: LeT આતંકવાદી

શ્રીનગર : ભારત જમાનાને કહેતું રહે છે કે પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં આતંકવાદનાં પાક વાવી રહ્યું છે. કોમનાં નામ પર નવયુવાનોને ભડકાવી રહ્યા છે. જો કે પાકિસ્તાને તમામ પુરાવા છતા તેનો ક્યારે પણ સ્વિકાર નથી કર્યો. જો કે ગુરૂવારે લશ્કરનાં એક આતંકવાદીએ પોતે તેની સાક્ષી પુરી છે. તેમણે જણાવ્યું કે, કેવા પાકિસ્તાન ભારતની વિરુદ્ધ કાવત્રું રહી રહી છે અને કઇ રીતે ભારતીય સેનાએ તેને એક નવું જીવન આપ્યું છે. 

એજાજ અહમદ ગોજરી નામનો આ આંતકવાદી લશ્કર એ તોયબાનાં તે 4 આતંકવાદીઓ પૈકીનો એક છે, જેને બારામૂલાથી સેનાએ જીવતો પકડ્યો હતો. તેણે પોતાનાં સાથીઓ અંગે વાત કરતા જણાવ્યું કે, મુશ્તાક, સાહેબા, નાસિર અને એવા તમામ ચહેરાઓને જીવનનાં તત્લોગારતમાં ઝોંકી દેવામાં આવી છે, તે યોગ્ય નથી. તેણે જણાવ્યું કે, હિન્દુસ્તાનની સરકાર ઇચ્છે તો તેને ગોળી મારી શકતી હતી. જો કે એવું નહી કરીને ભારતીય લશ્કરે તેને નવા જીવનનાં સબક આપ્યા છે. 

એજાજ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદની આંધી ભુલોથી પરત ફરેલા ચહેરાને જેની આંખો હવે નવા જીવનનાં સ્વપ્ન જોઇ રહ્યો છે. એઝાજને પોતે જે કર્યું તેનો અફસોસ છે. તેઓ જમ્મુ કાશ્મીરની ભટકેલી ઉદાસ યુવા પેઢીને કહે છે કે, આ દેશનું સારૂ થાય તે માટે પોત પોતાનાં ઘરે પરત ફરી જાઓ. એજાજ અહેમદ ગોઝારીએ કહ્યું કે, અમે લોકો છેલ્લા 6 મહિનાથી જંગલોમાં રહી રહ્યા હતા. હું સાથીઓને ભલામણ કરૂ છું કે, જેઓ હાલ ખોટા રસ્તે છે. પોતાનાં સારા જીવનને છોડીને ખોટું જીવન પસંદ કરીને બેઠા છે. હું તેમને ભલામણ કરૂ છું કે તેઓ પોતાનાં માં-બાપ માટે પરત ફરે. હું નાસિરને કહેવા માંગુ છું કે તેની માં ખુબ જ બીમાર છે. તેઓ પોતાની માં માટે પરત ફરો. પોતાનાં ઘરે પરત ફરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news