ઘર સુધી રાશન પહોંચાડવાના દિલ્હી સરકારના પ્રસ્તાવને LGએ કર્યો નામંજૂર

કેજરીવાલે આરોપ લગાવ્યો કે એક મહત્વપૂર્ણ યોજના 'તૃચ્છ રાજનીતિ'નો શિકાર બની ગઈ. કેજરીવાલે કહ્યું કે, તેમણે એલજીને ઘણીવાર વિનંતી કરી કે નિર્ણય લેતા પહેલા તેની વાત સાંભળે પરંતુ એલજીએ આમ કર્યું નથી. 

 

 ઘર સુધી રાશન પહોંચાડવાના દિલ્હી સરકારના પ્રસ્તાવને LGએ કર્યો નામંજૂર

નવી દિલ્હીઃ રાશન ઘરે પહોંચાડવાની સેવાના દિલ્હી સરકારના પ્રસ્તાવને ઉપ રાજ્યપાલ અનિલ બૈજલે અસ્વીકાર કરી દીધો. સીએમ અરવિંદ કેજરીવાલે બુધવારે આ જાણકારી આપી હતી. કેજરીવાલે આરોપ લગાવ્યો કે,  એક મહત્વપૂર્ણ યોજના 'તૃચ્છ રાજનીતિ'નો શિકાર બની ગઈ. કેજરીવાલે કહ્યું કે, તેમણે એલજીને ઘણીવાર વિનંતી કરી કે નિર્ણય લેતા પહેલા તેની વાત સાંભળે પરંતુ એલજીએ આમ કર્યું નથી.  

મંત્રીમંડળે પ્રસ્તાવને આપી હતી મંજૂરી
આ મહિનાની શરૂઆતમાં દિલ્હીના મંત્રીમંડળે પીડીએસ લાભાર્થીઓને સીલબંધ કવરમાં રાશન તેના ઘરે પહોંચાડવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. મુખ્યપ્રધાને ટ્વીટર પર લખ્યું, ખૂબ દુખની વાત છે કે માનનીય ઉપ રાજ્યપાલે ઘર સુધી રાશનની યોજનાનો અસ્વીકાર કર્યો. મેં તેમને ઘણીવાર વિનંતી કરી કે તે નિર્ણય લેતા પહેલા મારી વાત સાંભળે, પરંતુ તેમણે આમ ન કર્યું. આ ખૂબ દુખની વાત છે કે આવા મહત્વપૂર્ણ નિર્ણય તુચ્છ રાજનીતિના શિકાર બની રહ્યા છે. 

— Arvind Kejriwal (@ArvindKejriwal) March 21, 2018

શહેરમાં પીડીએસના આશરે 72 લાખ લાભાર્થીઓ છે
આ પ્રસ્તાવ યોગ્ય લાભાર્થીઓને ઘઉં, લોટ, ચોખા અને ખાંડની ઘર પર ડિલેવરી સંબંધિત છે. સરકારી અધિકારી પ્રમાણે શહેરમાં પીડીએસના આશરે 72 લાખ લાભાર્થી છે. કેબિનેટના આ નિર્ણય બાદ ઉપ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે યોજનાને મંજૂરી આપવામાં  વિઘ્નો ઉભા કરવામાં આવ્યા. તેમણે કહ્યું ઉપ રાજ્યપાલને વિનંતી કરશે કે દિલ્હીના ગરીબ નિવાસીઓને ધ્યાનમાં રાખીને આ યોજના પર વિચાર કરે અને તેને મંજૂરી આપે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news